GSTV
Home » News » અેક રૂપિયામાં પ્રતિ યુનિટના દરે અપાશે વીજળી, બિલમાં મસમોટો ઘટાડો થશે

અેક રૂપિયામાં પ્રતિ યુનિટના દરે અપાશે વીજળી, બિલમાં મસમોટો ઘટાડો થશે

દિલ્હીવાસીઅોને આગામી સમયમાં રૂપિયામાં એક પ્રતિ યુનિટના દરે વિજળી મળશે. દિલ્હીની સરકાર આને લઈને પોલિસી બનાવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે, આગામી સમયે દિલ્હીમાં ફક્ત રૂપિયામાં એકના ભાવે પ્રતિ યુનિટ વિજળી મળશે. સીએમ એ તાજેતરમાં દ્ધારકામાં પ૦૬ કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન  કર્યુ હતું.

કેજરીવાલે જણાવ્યું હતું કે, દ્ધારકામાં સોલર પ્લાન્ટમાં ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરાશે. પ્લાન્ટને સીધે સીધે બીઆપીએલ ગ્રીડથી જોડાવામાં આવ્યુ છે. શનિવારે સાત સોસાયટીની છત ઉપરના પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી ગઈ છે. હવે દ્ધારકાની ર૭ સોસાયટીઓમાં આ સુવિધાઓ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦૦ અન્ય સોયાયટીઓમાં પણ આવી તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્લાન્ટની મદદથી લગભગ ૬પ લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે.

વિજળીનું વિતરણ કરવા વાળી કંપનીઓને આગામી દિવસોમાં વિજળીની ખરીદી ઉપર છુટછાટ આપવામાં આવી છે. જો એવું થાય તો વિજળીના બિલમાં ઘટાડો થઈ શકે છે. અત્યારે સુધી એનર્જી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ એવી જ કંપનીઓ પાસેથી વિજળીની ખરીદી કરી રહી છે જેની સાથે અગાઉ કરાર કરેલો છે.

જેનો મતલબ છે કે, જે કંપનીઓ ઓછા ભાવે વિજળીનું વેચાણ કરી રહી છે તેના પાસેથી વિજળી ખરીદી કરી શકતા નથી. જેના કારણે કેટલાક રાજ્યોમાં એનર્જી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓને નુકસાન થયુ છે. વિજળી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી વિજળીની ખરીદી ઉપર છુટછાટની માગણી કરી રહી હતી.

Read more at: https://www.vyaapaarsamachar.com/news/current-affairs/delhi-will-get-electricity-from-just-one-rupee-per-unit/28025

Related posts

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન વચ્ચે આ ત્રીજો રસ્તો છે ખુલ્લો, આ રીતે બનાવી શકશે સરકાર

Mayur

હરિયાણામાં નવી સરકાર બન્યાના ત્રણ અઠવાડિયામાં જ કેબિનેટનો વિસ્તાર થઈ ગયો

Mayur

કોંગ્રેસ-JDSનાં 15 બળવાખોર ધારાસભ્યો BJPમાં જોડાયા, પાર્ટી આપી શકે ટીકિટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!