GSTV
Home » News » અેઇમ્સ મામલે હુસાતુસી : ભાજપ અને કાંગ્રેસ અામને-સામને

અેઇમ્સ મામલે હુસાતુસી : ભાજપ અને કાંગ્રેસ અામને-સામને

છેલ્લા બે વર્ષ થી અેઇમ્સની વાતો કરતી રાજ્ય સરકાર કયા શહેરને અેઇમ્સ ફાળવશે તે બાબત હવે રાજકીય હુસાતૂસીમાં સપડાઈ છે.  વિધાનસભા ગૃહમાં પણ અાજે પક્ષ- વિપક્ષના ધારાસભ્યો એ પોત પોતાના વિસ્તારમાં  અેઇમ્સ બનાવવા બાબતે બઘડાટી બોલાવી હતી.

વિધાનસભા ના ત્રીજા દિવસે પ્રશ્નોતરી કાળ દરમિયાન એઈમ્સ ના મુદે ગૃહમાં વિવાદ શરૂ થયો હતો. પ્રશ્નોત્તરી બુકમાં  238 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેમાં 7 થી 8 જેટલા પ્રશ્નો અેઇમ્સના પૂછવામાં આવ્યા હતા. અા પ્રશ્નો વિપક્ષના નેતા સહિત શાસક પક્ષના સભ્યોઅે પણ પૂછ્યા હતા કે રાજ્યમાં અેઇમ્સની શરૃઅાત ક્યારે થશે. હાલમાં તો અેઇમ્સ અે ગુજરાત માટે લોલિપોપ સમાન છે.

જો કે નવાઈ ની વાત એ છે કે નરેન્દ્ર મોદી પ્રધાન બન્યા ત્યાર બાદ ગુજરાત માં એઇમ્સ આપવાની જહેરાત કરી હતી બે વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે તેમ છતાંય હજુ સુધી ગુજરાત માં એઇમ્સ ના પાયા નખાયા નથી ત્યારે આ વખતે 14 વિધાનસભાના પ્રથમ વાર મળેલા અા સત્રમાં અા મામલો ગરમાયો હતો. સરકારે રાજકોટ અને વડોદરાને પ્રાધાન્ય અાપવાની વાત કરતાં મામલો ગરમાઈ ગયો હતો.  મોટાભાગના ધારસભ્યો પોતાના મત વિસ્તારમાં એઇમ્સ આવે તેવી રજુઅાત સરકાર સમક્ષ કરી હતી

સૌરાષ્ટ્રને જ અેઇમ્સ

ગુજરાત વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન વિસાવદરથી કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સૌરાષ્ટ્રને એઈસ્મસ હોસ્પિટલ ક્યારે મળશે તે મુદ્દો ઉઠાવ્યો હતો..તેઓએ આરોપ લગાવ્યો કે, સૌરાષ્ટ્રમાં કોઈ ગંભીર હાલતમાં હોય તો તેમને સારવાર માટે છેક અમદાવાદ સિવિલ લાવવા પડે છે ત્યારે સૌરાષ્ટ્રને એઈમ્સ આપવાના નામે સરકારે માત્ર વાયદાની લોલીપોપ આપી છે..હર્ષદ રિબડીયાએ જો સરકાર સૌરાષ્ટ્રને આગામી દિવસોમાં એઈમ્સ નહી આપે તો સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

વડોદરા સૌથી ઉત્તમ

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પણ વડોદરાને એઇમ્સ મળે તેવી માંગણી કરી છે. યોગેશ પટેલે તર્ક રજૂ કર્યો હતો કે, વડોદરાની હોસ્પિટલમાં રાજસ્થાન…મહારાષ્ટ્ર તેમજ એમપી એમ ત્રણ રાજ્યોના દર્દીઓ આવે છે… તેમજ વડોદરાની આસપાસ આદિવાસી વિસ્તાર આવેલો છે… આથી જો વડોદરાને એઇમ્સ ફાળવવામાં આવે તો આદિવાસીઓ ઉપરાંત તમામ રાજ્યના લોકોને ફાયદો થશે…

Related posts

BRICS કોન્ફરન્સ પહેલા PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન સાથે કરી મુલાકાત

pratik shah

‘તારે આગળ વધવું હોય તો હું કહું તેમ કરવું પડશે’, માર્શલ આર્ટ શીખવતા શખ્સે યુવતી સાથે એવું કર્યું કે…

Arohi

જીવલેણ સ્તર પર પ્રદુષણ, 2 દિવસ સુધી દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ રહેશે બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!