દેવોના દેવ મહાદેવ તો ભોળીયા નાથ કહેવાય છે તેમને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયેલી ચીજથી ભગવાન ભોળીયાનાથ રીઝતા હોય છે.ત્યારે આ વાત છે એક એવા મહાદેવના મંદિરની. જ્યાં પોષ એકાદશીએ ભગવાન ભોળીયા નાથને અર્પણ કરાય છે જીવતા કરચલા.
આ છે સુરતના ઉમરા વિસ્તાર.જ્યાં દર વર્ષે પોષ એકાદશીએ વિશેષ મેળો યોજાય છે.રામનાથ દેલા મંદિરમાં મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં ભકતોની વિશેષ ઉપસ્થિતી જોવા મળે છે.કાનમાં થતા રોગને દૂર કરવા અહીં ભક્તો મહાદેવને વિશેષ અર્પણ કરે છે.સામાન્ય રીતે મહાદેવને દૂધ પુષ્પ મધ જેવી ચીજો અર્પણ કરાઇ છે.પરંતુ પોષ એકાદશીએ આવતા શ્રદ્ધાળુઓ મહાદેવને જીવીત કરચલા ચઢાવે છે.અને જ્યારે આ કરચલા મહાદેવને અર્પણ કરાય છે.ત્યારે કરચલા પણ જાણે મહાદેવના શિવલિંગ પર એવી રીતે ફરે છે જાણે તેઓ પણ મહાદેવની ભક્તિમાં લીન બની ગયા હોય.
પુરાતન રામનાથ ઘેલા મહાદેવને ભક્તો દ્વારા અર્પણ કરાતા કરચલાનું સવિશેષ મહત્વ એ છેકે એવી આસ્થા છે કે કાનને લગતા થતા રોગ મહાદેવ દૂર કરે છે. કહેવાય છે કે અહીં ભગવાન રામે વનવાસ દરમ્યાન રોકાણ કર્યુ હતું. ભગવાન રામે પોતાના કમાન થી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા – અર્ચના શરૂ કરી હતી.