GSTV

અરુણ શૌરીએ રફાલ ડીલને બોફોર્સ કાંડથી પણ કથિતપણે મોટો ગોટાળો ગણાવ્યો

Last Updated on August 9, 2018 by

વરિષ્ઠ પત્રકાર અને વાજેપયી સરકારમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રાલયના પ્રધાન રહી ચુકેલા અરુણ શૌરીએ રફાલ ડીલ પર મોટો આરોપ લગાવ્યો છે. અરુણ શૌરીએ રફાલ ડીલને બોફોર્સ કાંડથી પણ કથિતપણે મોટો ગોટાળો ગણાવ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંતસિંહા અને અરુણ શૌરીએ કહ્યુ છે કે રફાલ ડીલ યાદ રાખવાનો આપરાધિક ગોટાળાનો મામલો છે અને તે બોફોર્સથી પણ ઘણો મોટો ગોટાળો છે.

શૌરી અને યશવંતસિંહાએ માગણી કરી છે કે રફાલ ડીલની તપાસ એક નિર્ધારીત સમયગાળામાં કેગ મારફતે કરાવવામાં આવે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમને શૌરી અને યશવંતસિંહા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયવિહોણા ગણાવીને રદિયો આપ્યો છે. નિર્મલા સીતરમને ટ્વિટ કરીને જણાવ્યું છે કે સરકાર સંસદમાં પહેલા જ આના સંદર્ભે જવાબ આપી ચુકી છે. પાયાવિહોણા આરોપો દ્વારા સરકારની છબી ખરડવાની કોશિશો તાજેતરમાં સંસદમાં ધરાશાયી થઈ ચુકી છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ રફાલ યુદ્ઘવિમાનના સોદામાં કથિત ગડબડની ફરિયાદોને અપ્રામાણિક અને જૂઠ્ઠાણાને ફરીથી ઝાડ-ફૂંક સાથે રજૂ કરવાની હરકત ગણાવી છે. જેટલીએ કહ્યુ છે કે આ આરોપ એવી શક્તિઓ દ્વારા લગાવાઈ રહ્યા છે કે જેઓ પોતાની પ્રાસંગિકતાને સાબિત કરવામાં સતત હતાશ થઈ રહ્યા છે. જેટલીએ ફેસબુક પર ધ રફાલ ફોલ્સહુડ રિપીટેડ શીર્ષક હેઠળ લખ્યુ છે કે પુનરાવર્તિત કરાયેલા પાયાવિહોણા આરોપોમાં રત્તીભર સચ્ચાઈ નથી અને પાયાવિહોણા આરોપોના સમર્થનમાં એકઠા કરવામાં આવેલા કથિત તથ્યો અને ભારે ભરખમ દસ્તાવોજની પુષ્ટિ માટે કંઈ જ નથી.

યશવંતસિંહા અને અરુણ શૌરીએ એડવોકેટ પ્રશાંત ભૂષણ સાથે એક પત્રકાર પરિષદને સંબોધિત કરીને ફ્રાંસની સરકાર સાથે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી 36 રફાલ ફાઈટર જેટ્સની ખરીદીના 58 હજાર કરોડ રૂપિયાના સોદા સંદર્ભે ઘણાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સરકાર પર ત્રણેયે તથ્યોને છૂપાવવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનો આરોપ છે કે સોદાને આખરી ઓપ આપવામાં જરૂરી પ્રક્રિયાઓનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે પણ રફાલ ડીલ પર ગંભીર અનિયમિતતાના આરોપો લગાવ્યા છે. કોંગ્રેસનું પણ કહેવું છે કે સરકાર એક રફાલ યુદ્ધવિમાન માટે 1670 કરોડ રૂપિયાની ચુકવણી કરી રહી છે. જ્યારે યુપીએ સરકાર 126 રફાલ યુદ્ધવિમાનોની કરીદી માટે એક રફાલ માટે 526 કરોડ રૂપિયામાં સોદો કર્યો હતો. યશવંતસિંહા, અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણે વિમાનોની કિંમતમાં વધારા માટે તેમા વિશેષતાઓ અને વિશિષ્ટ હથિયાર પ્રણાલીના કારણના સરકારના તર્કને પણ નામંજૂર કર્યો છે. રફાલને સૌથી મોટો સંરક્ષણ ગોટાળો ગણાવતા પ્રશાંત ભૂષણે આરોપ લગાવ્યો છે કે આનાથી સરકારના ખજાનાને ઓછામાં ઓછું 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!