GSTV
Aravalli

અરવલ્લી: મગફળીના ભાવ તળીયે પહોંચતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. અરવલ્લી જીલ્લામાં અઢી માસ પહેલા મગફળીના ભાવ મણે 900 થી 1000 રુપિયા હતો. તે ભાવ મગફળીની નિકાસમાં કોઈજ લેવલ ન હોવાથી 450 થી 500ના તળીયે પહોંચતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ચાલુ વર્ષે ખરીફ પાકના કુલ વાવેતર 2 લાખ 03 હજાર 066 હેકટર સામે 21 ટકા હિસ્સો મગફળીના વાવેતરનો રહ્યો છે. આ વર્ષે જિલ્લામાં મગફળીનું સરેરાશ વાવેતર પણ સારા ભાવની અપેક્ષાએ વધ્યું હતું, પરંતુ મગફળીનો પાક બજારમાં આવવા ટાણે જ ભાવોમાં વર્તાયેલા કડાકાથી ખેડૂતોની હાલત પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સત્તાવાળાઓએ ખેડૂતોને જણાવ્યું કે, સરકાર ટેકાના ભાવ ઠરાવે પછી જ મગફળીનું વેચાણ હિતાવહ ગણાશે ત્યારે ખેડૂતોને કેટલા સમય સુધી ટેકાના ભાવ માટે રાહ જોવી પડશે એ તો  સમય જ નક્કી કરશે.

Related posts

અરવલ્લી / જગદીશ ઠાકોરનું વિવાદિત નિવેદન, “ભાજપ ગુંડા ઉભા કરી કોંગ્રેસને હેરાન કરે છે”

Nakulsinh Gohil

ગુજરાત ચૂંટણી: પીએમ મોદીએ કોંગ્રેસ અને આપ પર નિશાન સાધ્યું, કહ્યું- મફત વીજળી મેળવવાનો આ સમય નથી

GSTV Web Desk

મેઘરજ/ ભાજપના વિકાસ, વચન, વિઝન એક તરફ અને ચવાણું એક તરફ, સભા ગઈ તેલ લેવા, લોકો દોડ્યા ચવાણું લેવા

Nakulsinh Gohil
GSTV