અરવલ્લી : ઉમેદપુરમાં ખંડુજી મહાદેવના ભવ્ય મેળો ભરાયો

ગુજરાતમાં અનેક જગ્યાએ મેળા ઉજવાય છે અરવલ્લી જીલ્લાના ઉમેદપુર દધાલીયા ગામે  ખંડુજી મહાદેવનો ભવ્ય મેળો ભરાયો હતો જેમાં જીલ્લાના હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડયા.

અહી વર્ષોથી ખંડુજી મહાદેવનો મેળો ભરાય છે વર્ષોની પરંપરા રીતે ભાદરવા મહિનાના બીજા રવિવારે ઉમેદપુર દધાલીયા ગામે આવેલા સ્વયંભુ ખંડુજી મહાદેવજીનો ભવ્ય મેળો ભરાયો હતો.

લોકોની માનેલી માનતા પૂરી થતી હોવાની માન્યતા હોવાને કારણે  લોકો મોટી સંખ્યામાં આ સ્વયંભુ ખંડુજી મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે. જેમાં  અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માંથી લોકો મોટીસંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડયાં હતા. ગામ લોકો  દ્વારા દર્શનાર્થે આવેલા લોકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સાથે ભજન અને ડાયરાનું પણ ગામલોકો દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

લોકો મોટી સંખ્યામાં મેળાની મજા માણી હતી બાળકો વડીલો સહુ આ મેળામાં આવી ખંડુંજી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  ઉમેદપુર ગામના લોકોએ સાથે મળીને મેળાના આયોજનને  સફળતા પૂર્વક પાર પાડ્યું હતું

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter