GSTV
Home » News » અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી, સુપ્રીમે ૩૨ અરજીઓ ફગાવી

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી, સુપ્રીમે ૩૨ અરજીઓ ફગાવી

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ મામલે કરવામાં આવેલી તમામ હસ્તક્ષેપ અરજીઓને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે. તેની સાથે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે કે હવે વધુ હસ્તક્ષેપ અરજીઓને ગ્રાહ્ય કરવામાં આવે નહીં. ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ મામલામાં ઓગસ્ટ-2017માં એક હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ ક્હ્યુ હતુ કે તેમણે બંધારણના અનુચ્છેદ-25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતા હેઠળ હિંદુઓના મૂળભૂત ધાર્મિક અધિકારનો મામલો ઉઠાવયો હતો.

જો કે સ્વામીની પુજા કરવાના અધિકાર હેઠળની હસ્તક્ષેપ અરજી હવે રિટ પિટિશન અને તેની સુનાવણી યોગ્ય ખંડપીઠ દ્વારા કરવામાં આવશે તેવું બાર અને બેન્ચ દ્વારા જણાવાયું છે. સુપ્રીમ કોર્ટે શ્યામ બેનેગલ, અનિલ ધારકર અને તીસ્તા સીતલવાડ સહીતના 32 અરજદારોની હસ્તક્ષેપ અરજીઓને નામંજૂર કરી છે. આમાની કેટલીક અરજીઓમાં 2.77 એકર જેટલી વિવાદીત જમીનના ધાર્મિક ઉપયોગના સ્થાને કથિત ધર્મનિરપેક્ષ ઉપયોગ કરવાની માગણી કરવામાં આવી હતી.

મહત્વપૂર્ણ છેકે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક અભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની વિશેષ ખંડપીઠે આઠમી ફેબ્રુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારી 13 અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદીત 2.77 એકર જમીનને ત્રણ સરખા ભાગમાં વહેંચણી કરવાનો ચુકાદો ફરમાવ્યો હતો.

આઠમી માર્ચે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સમક્ષ થયેલી  બેઠકમાં તમામ પક્ષોએ કહ્યું છે કે દસ્તાવેજી કાર્યવાહી અને અનુવાદનું કામ લગભગ પૂર્ણ થયું છે. હવે કોર્ટ નક્કી કરશે કે દસ્તાવેજી કરાયવાહી અને અનુવાદનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે.. તો આ મામલાની સુનાવણીની આગળની રૂપરેખા શું હશે? અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠના ચુકાદા વિરુદ્ધ સૌથી પહેલા સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેથી દલીલનો પહેલો મોકો તેમને મળે તેવી શક્યતા છે.

ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે દસ્તાવેજી કાર્યવાહી અને અનુવાદનું કામ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. મહત્વપૂર્ણ છે કે આ મામલા સાથે જોડાયેલા નવ હજાર પૃષ્ઠોના દસ્તાવેજો અને 90 હજાર પૃષ્ઠોમાં નોંધાયેલી ગવાહી પાલી, ફારસી, સંસ્કૃત, અરબી સહીતની વિભિન્ન ભાષાઓમાં છે. તેના પર સુન્ની વક્ફ બોર્ડે કોર્ટ સમક્ષ આ દસ્તાવેજોના અનુવાદની માગણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી ત્રણ જજોની ખંડપીઠ સુનાવણીની દિશા નક્કી કરશે. મહત્વપૂર્ણ છે કે આ વિવાદ 68 વર્ષોથી કોર્ટમાં છે.

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!