GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

અયોધ્યામાં જોવા મળશે ગંગા-જમુના સંસ્કાર, ભૂમિપૂજન માટે સુન્ની વક્ફ બોર્ડને પણ આમંત્રણ

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન થનાર છે. જેને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિપૂજન પહેલા રામ નગરીને નવોઢાની જેમ સજાવવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં 170 લોકો હાજર રહેવાના છે. ત્યારે, આ ભૂમિપૂજન કાર્યક્રમ સદભાવનાનું મંચ પણ બનવા જઈ રહયું છે.

સુન્ની વક્ફ બોર્ડને આમંત્રણ

રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારુખી, અયોધ્યાના સમાજસેવક પદ્મશ્રી મોહમ્મદ શરીફ, બાબરી મસ્જિદના પક્ષ કાર ઇકબાલ અન્સારીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સીએમ યોગી કરશે તૈયારીઓની સમીક્ષા

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ આજે અયોધ્યાની મુલાકાતે જવાના છે. તેઓ પરિસરમાં બની રહેલા પંડાલ સહિત સુરક્ષા સહિતની તૈયારીઓની સમીક્ષા કરશે. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાનું ભ્રમણ પણ કરશે. યોગી આશરે ત્રણ કલાક સુધી અયોધ્યામાં રોકાણ કરશે. તેઓ રામજન્મભૂમિ પરિસર પાસે આવેલા માનસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તૈયારીએ અંગે માહિતી મેળવશે. યુપી સીએમ મંદિર પરિસરમાં બની રહેલા પંડાલ, રસ્તાઓ અને અન્ય તૈયારીઓની સાથે સાથે કોવિડ પ્રોટોકોલ અંતર્ગત કરવામાં આવેલ તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા

જણાવી દઈએ કે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનું ભૂમિ પૂજન થનાર છે. જેને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભૂમિપૂજન પહેલા રામ નગરીને નવોઢાની જેમ સજાવવામાં આવી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં 170 લોકો હાજર રહેવાના છે.

પીએમ મોદીની મુલાકાતને લઈને પાલન કરશે ખાસ પ્રોટોકોલ

તો અયોધ્યામાં પીએમ મોદીની મુલાકાતને લઈને વહીવટી તંત્ર તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યું છે. પ્રાથમિકતામાં કોરોના વાયરસ સંબંધિત પ્રોટોકોલ પણ છે. જેના પર વહીવટ તંત્ર ખાસ ધ્યાન રાખી રહી છે. સાથે જ પીએમ મોદીની સુરક્ષાને લઈને તમામ સુરક્ષા એજન્સીઓની બેઠક થઇ હતી. સુરક્ષાને લઈને પણ સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

MUST READ:

Related posts

મોટા શહેરોને બચાવવા બિહારમાં અપાય છે ગામડાઓની બલી, કહેવાય છે સ્માર્ટ સિટી પણ વ્યવસ્થાને નામે ‘0’

Pravin Makwana

25 લાખના પેકેજની નોકરી છોડી IAS બન્યો આ યુવાન, ફોર્મ્યુલા જાણીને તમે પણ રહી જશો દંગ

Mansi Patel

RBIનો હવાલો આપતા રાહુલ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, દેશમાં આર્થિક મોરચે હજૂ પણ ખરાબ સમય આવી શકે છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!