GSTV
Home » News » અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધનો ભારતને મળી શકે છે લાભ, જાણો કઈ રીતે

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધનો ભારતને મળી શકે છે લાભ, જાણો કઈ રીતે

america india masood

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચેતવણી આપી છે કે જો ચીને વેપાર સમજૂતી ન કરી તો તેને મોટો ફટકો પડશે. તો બીજી તરફ ચીન પણ હવે સમજૂતી મૂડમાં નથી. તેણે પણ અમેરિકન ઉત્પાદન ઉપર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી છે.

અમેરિકા અને ચીનની વચ્ચે ફરી એકવાર વેપાર યુદ્ધ શરૂ થયું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને હંફાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જો કે આ વેપાર યુદ્ધની ભારત ઉપર પણ અસર પડી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનમાંથી અમેરિકન કંપનીઓને હટાવી લેવાની ધમકી આપી રહ્યા છે. જો આમ થાય તો ભારતને આ વેપાર યુદ્ધનો લાભ મળી શકે તેમ છે.

હાલમાં તો ટ્રમ્પની ધમકીને ચીન ઉપર દબાણના ભાગરૂપે જોવામાં આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આ ચેતવણી એવા સમયે આપી છે કે જ્યારે 200 અમેરિકન કંપનીઓ પોતાનો પ્લાન્ટ ચીનમાંથી ખસેડીને ભારતમાં લગાવવાની ચર્ચા કરી રહી છે.

ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું હું રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચીનના અન્ય તમામ મિત્રોને ખુલ્લેઆમ કહેવા માગું છું કે જો તમે વેપાર સમજૂતી ન કરી તો ચીન ખરાબ રીતે પ્રભાવિત થશે. કારણ કે કંપનીઓ ચીન છોડીને અન્ય દેશમાં જવા માટે બાધ્ય થઇ જશે. ટ્રમ્પે કહ્યું કે ચીનમાં ખરીદી ઘણી મોંઘી છે. તમારી સામે સારી ઓફર હતી જેની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે હતી ત્યારે તમે પાછળ હટી ગયા.

READ ALSO

Related posts

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar

લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 60.21% થયુ મતદાન

Mansi Patel

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!