ભારતીય મૂળના વ્યક્તિની હત્યાના મામલામાં અમેરિકામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ પર લૂંટફાટનું ષડયંત્ર કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
માર્ચ માસમાં ભારતીય મૂળના એક વ્યક્તિ હરનિશ પટેલની સાઉથ કેરલિનામાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોમાં શોકની લાગણી છવાઈ હતી.
હરનિશ પટેલ રાત્રે અગિયાર વાગ્યે અને 24 મિનિટે દુકાન બંધ કરીને ઘરે જવા માટે નીકળ્યા હતાં. તેની દશ મિનિટ બાદ લેંકેસ્ટરમાં તેમના ઘરથી થોડાક અંતરે તેમને ગોળી મારી દેવામાં આવી હતી.
હેરલ્ડ ન્યૂઝપેપરના અહેવાલ મુજબ ત્રણ લોકો પર લૂંટફાટના ષડયંત્રનો આરોપ લગાવાયો છે. પરંતુ પોલીસે કોઈના પર હત્યાનો આરોપ લગાવ્યો નથી.