GSTV
Home » News » અમેરિકાના ફ્લોરિડાની એક હાઈસ્કુલમાં ગોળીબાર, 17ના મોત, 20 ઘાયલ

અમેરિકાના ફ્લોરિડાની એક હાઈસ્કુલમાં ગોળીબાર, 17ના મોત, 20 ઘાયલ

અમેરિકાના ફ્લોરિડા રાજ્યની એક સ્કૂલમાં ફાયરિંગની ઘટનામાં 17ના મોત નીપજ્યા છે. આ ફાયરિંગ શાળામાંથી બરતરફ કરાયેલા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શાળામાં ભારતીય મૂળના અમેરિકન સ્ટૂડન્ટ્સ પણ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે. ફાયરિંગમાં ભારતીય મૂળના કેટલાક અમેરિકન સ્ટૂડન્ટ્સના ઘાયલ થવાના પણ અહેવાલ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાયરિંગની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

અમેરિકાની એક સ્કૂલમાં બુધવારે ફરી એકવાર ગોળીઓની ધણધણાટી સાંભળવા મળી હતી. જેમા 17 લોકોના મોત નીપજ્યા છે. આમા વિદ્યાર્થીઓ પણ સામેલ છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલી એક શાળામાં અહીંથી બરતરફ કરાયેલા એક વિદ્યાર્થીઓ ગોળાબર કર્યા હતા. આરોપી વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની ઓળખ નિકોલસ ક્રૂઝ તરીકે થઈ છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને એફબીઆઈ આમા સ્થાનિક અધિકારીઓને મદદ કરી રહી છે.

ફાયરિંગ વખતે ફ્લોરિડાની શાળાના સ્ટૂડન્ટ્સ દહેશતને કારણે બૂમો પાડી રહ્યા હતા. તેમણે પોતાના મિત્રો અને પરિવારના લોકોને મદદ માટે મેસેજ કરવાના શરૂ કર્યા હતા. આ ઘટના ફ્લોરિડાના પાર્કલેન્ડની માર્જરી સ્ટોનમેન ડગલસ હાઈસ્કૂલમાં બની હતી. આરોપી વિદ્યાર્થી 19 વર્ષીય ક્રૂઝ અહીં જ ભણતો હતો. પરંતુ સ્કૂલના વહીવટી તંત્રે તેને શિસ્તભંગના પગલા હેઠળ બરતરફ કર્યો હતો. બાદમાં તેણે પોતાની જ સ્કૂલમાં ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરે ફાયરિંગ પહેલા સ્કૂલમાં ફાયર એલાર્મ વગાડતા તમામ સ્ટૂડન્ટ્સ પોતપોતાના ક્લાસરૂમ્સમાંથી બહાર આવી ગયા હતા.

આ સ્કૂલમાં ભારતીય મૂળના અમેરિકન સ્ટૂડન્ટ્સ પણ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે. ગોળીબારમાં તેમના ઘાયલ થવાની પણ જાણકારી છે. ગોળીબારમાં ઘણાં અન્ય સ્ટૂડન્ટ્સ પણ ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ત્રણની હાલ ગંભીર છે અને ત્રણની હાલત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે પીડિતો માટે સંવેદના વ્યક્ત કરી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ છે કે મારી સંવેદનાઓ અને પ્રાર્થના ફ્લોરિડા ગોળીબારના પીડિતો અને પરિવારો સાથે છે. કોઈપણ સ્ટૂડન્ટ્સ, શિક્ષક અથવા કોઈ અન્યને અમેરિકાની સ્કૂલમાં સુરક્ષાને લઈને ગભરાવાની જરૂરત નથી. ટ્રમ્પે ફ્લોરિડાના ગવર્નર અને અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરીને ઘટનાની જાણકારી પણ મેળવી છે.

આ ઘટના બાદ અમેરિકામાં ફરી એકવાર ગન કંટ્રોલની મુહિમ તેજ થાય તેવી સંભાવના છે. આ દિશામાં અભિયાન ચલાવી રહેલી એક એનજીઓનું કહેવું છે કે  જાન્યુઆરી-2013થી અમેરિકાની શાળાઓમાં ગોળીબારની ઓછામાં ઓછી 283 ઘટનાઓ બની છે. જો તેની સરેરાશ કાઢવામાં આવે તો દર સપ્તાહે એક સ્કૂલમાં ફાયરિંગ થાય છે.

ફ્લોરિડાના સેનેટર ક્રિસ મર્ફીએ શાળામાં ફાયરિંગની ઘટનાને ભયાનક ગણાવી છે. મર્ફીએ કહ્યુ છે કે હજી તો માર્ચ શરૂ થવાનો છે. તે પહેલા આ વર્ષે શાળામાં ફાયરિંગની આ 18મી ઘટના છે. આ બધું આપણી નિષ્ક્રિયતાને કારણે બન્યું છે. આ ઘટનાઓ માત્ર યોગાનુયોગ અથવા કમનસીબીને કારણે બની નથી.

અમેરિકન કોંગ્રેસના સાંસદ ડોનાલ્ડ એમ. પાયનેએ કહ્યુ છે કે અમેરિકામાં દરરોજ સરેરાશ સાત બાળકોના મોત બંદૂકથી થતી હિંસામાં થાય છે. આખરે ક્યાં સુધી આમ થતું રહેશે? ડેમોક્રેટ નેન્સી પેલોસીએ પણ ઘટના પર દુખ વ્યક્ત કરતા જણાવ્યુ છે કે હવે બહુ થઈ ગયું. આ કોંગ્રેસની જવાબદારી છે કે તેઓ બંદૂકની હિંસાને કારણે થનારી આવી ઘટનાઓને રોકવા માટે કોઈ અસરકારક પગલા ઉઠાવે.

 

Related posts

કોન્ટ્રોવર્સી ક્વીને અનોખા અંદાજમાં કરવાચોથનું કરાવ્યું ફોટોશૂટ

pratik shah

ભારતનાં ભૂતપૂર્વ ક્રિકેટર પર લાગ્યા ગંભીર આરોપો, તેમના વિરુદ્ધ નોંધાઈ FIR

pratik shah

ફિલ્મોમાં પોતાના રોલ બાબતે એવું તે શું કહ્યું આ અભિનેત્રીએ, જાણો તેના વિશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!