GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અમેરિકાના ગુપ્તચર વિભાગ પ્રમુખ :  પાકિસ્તાન નવા પરમાણુ હથિયારોનું કરી રહ્યું છે નિર્માણ

 

અમેરિકાના ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં પાકિસ્તાનના ખતરનાક પરમાણ્વિક બદઈરાદાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ રિપોર્ટ મુજબ પાકિસ્તાન વધુ ખતરનાક પરમાણુ હથિયારો એકઠા કરી રહ્યું છે. અમેરિકાના અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાનની મદદથી આતંકવાદીઓ ભારત પર આતંકી હુમલા કરવાનું ચાલુ રાખશે.

ભારતના નિવેદનબાજ નેતાઓ માટે પાકિસ્તાનના પરમાણ્વિક બદઈરાદાઓને ઉજાગર કરતો અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીનો રિપોર્ટ ખરેખર ચેતવણીરૂપ છે. અમેરિકાના ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પાકિસ્તાને પરમાણુ હથિયારોનું નિર્માણ અને શોર્ટ રેન્જ વ્યૂહાત્મક હથિયારો સહીતના નવા પ્રકારના પરમાણુ હથિયારો વિકસિત કર્યા છે. પાકિસ્તાનનો ઈરાદો વધુ ખતરનાક પરમાણુ હથિયારોને વિકસિત કરવાનો છે. પાકિસ્તાન ક્રૂઝ અને લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલો પણ વિકસિત કરી રહ્યું છે.

અમેરિકાના ગુપ્તચર વિભાગના પ્રમુખે ભારતને ચેતવતા કહ્યુ છે કે પાકિસ્તાનના નાના અંતરના સ્ટ્રેટજીક ન્યૂક્લિયર વેપન્સ સહીતના નવા પ્રકારના પરમાણુ હથિયારો વિકસિત કરવાને કારણ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં તણાવ પેદા થવાની શક્યતા છે. અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર ડેન કોટ્સે જમ્મુમાં સુજવાન આર્મી કેમ્પ પર પાકિસ્તાની આતંકવાદીઓના હુમલાના ગણતરીના દિવસોમાં સૂચક ટીપ્પણી કરી છે.

કોટ્સે ગુપ્તચર મામલા સાથે જોડાયેલી સેનેટની એક કમિટી દ્વારા વિશ્વવ્યાપી ખતરાઓના મામલે આયોજિત કરવામાં આવેલી એક સુનાવણીમાં અમેરિકાના સાંસદોને આની જાણકારી આપી હતી. કોટ્સે કહ્યુ છે કે પાકિસ્તાન શોર્ટ રેન્જ સ્ટ્રેટજીક વેપન્સ સાથે નવા પ્રકારના પરમાણુ હથિયારો વિકસિત કરી રહ્યું છે. પાકિસ્તાન સમુદ્રમાંથી છોડી શકાય તેવી ક્રૂઝ મિસાઈલો અને હવામાં વાર કરી શકાય તેવી ક્રૂઝ મિસાઈલો સહીતની લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલોનો વિકાસ કરવાનું પણ ચાલુ રાખ્યું છે.

અમેરિકાના ગુપ્તચર વિભાગના પ્રમુખે એમ પણ કહ્યુ છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથ ભારતની અંદર આતંકી હુમલા કરવાનું ચાલુ રાખશે અને તેવામાં બંને દેશો વચ્ચેનો તણાવ વધવાનો ખતરો છે. કોટ્સે અમેરિકન સેનેટની કમિટીને જણાવ્યું છે કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ ભારત અને અફઘાનિસ્તાનમાં હુમલાની યોજના બનાવવાનું અને હુમલા કરવા માટે પાકિસ્તાનમાં પોતાના સુરક્ષિત આશ્રયસ્થાનોનો ફાયદો ઉઠાવવાનું ચાલુ રાખશે. પાકિસ્તાનના કોઈપણ આતંકવાદી સંગઠનનું નામ લીધા વગર કોટ્સે એમ પણ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના વધારવાના આસાર છે.

ઉત્તર કોરિયા પોતાના હથિયારોને લઈને અમેરિકા માટે થોડા વર્ષોમાં મોટો ખતરો બની જવાની ભીતિ પણ કોટ્સે વ્યક્ત કરી છે. તેમણે ક્હ્યુ છે કે ઉત્તર કોરિયાનો ઈરાન-સીરિયા જેવા દેશોને બેલેસ્ટિક મિસાઈલની નિકાસ કરવાનો ઈતિહાસ રહ્યો છે. સીરિયામાં ઉત્તર કોરિયા દ્વારા ન્યૂક્લિયર રિએક્ટર બનાવવામાં પણ મદદ આપવામાં આવી છે. 2017માં આંતરખંડીય બેલેસ્ટિક મિસાઈલ સહીત ઘણી મિસાઈલોના ઉત્તર કોરિયા દ્વારા પરીક્ષણ પણ કરાયા છે અને ઉત્તર કોરિયા દ્વારા અત્યાર સુધીનો તેનો સૌથી મોટો ન્યૂક્લિયર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

કોટ્સે કહ્યુ છે કે જો ઉત્તર કોરિયા આવી ટેક્નોલોજી અન્ય દેશોને આપશે. તો તેના પરિણામ સારા નહીં હોય. મહત્વપૂર્ણ છે કે  ઉત્તર કોરિયાનું દુનિયામાં ચીન એકમાત્ર વ્યૂહાત્મક સાથીદાર છે અને પાકિસ્તાન ચીનની સાથે આર્થિક અને લશ્કરી રાહે ઘનિષ્ઠતા ધરાવે છે. તેથી ઉત્તર કોરિયાની પ્રોક્સિ દ્વારા ચીન પાકિસ્તાનને કેટલીક મદદ કરે તેવી આશંકાઓ છેલ્લા ઘણાં વર્ષોથી દુનિયામાં વ્યક્ત થઈ છે.

Related posts

પૂજા ભટ્ટે કંગનાને અહેસાન યાદ કરાવ્યો, ભટ્ટ દ્વારા લોન્ચ કરાઈ હતી

Mansi Patel

આ ધાકડ ફેમિલી કાર પર 45000નું ડિસ્કાઉન્ટ, ફાયદો જ ફાયદો થશે એવી છે ઑફર

Bansari

મહારાષ્ટ્રમાં કોરોના બનાવી રહ્યો છે રોજ રેકોર્ડ પર રેકોર્ડ: નવો રેકોર્ડ 24 કલાક પણ ટકતો નથી એટલા વધી રહ્યાં છે કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!