GSTV

અમેરિકાએ વીઝા નિયમને કડક બનાવવાની તૈયારી કરી

Last Updated on August 21, 2019 by Alap Ramani

અમેરિકાએ વીઝા નિયમને કડક બનાવવાની તૈયારી કરી છે. જો તમે અમેરિકા જવાનું વિચારી રહ્યા છો તો તમારે અમેરિકાના વીઝાની એપ્લિકેશન સાથે તમારા જૂના ફોન નંબર્સ, ઈમેલ એડ્રસ અને સોશ્યલ મીડિયા અંગે માહિતી આપવી પડશે.

ફેડરલ રજિસ્ટ્રેશન સમક્ષ એક દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે નોન-ઇમિગ્રેશન વીઝા પર જે અમેરિકામાં આવવા ઇચ્છે છે. તેમણે નવા નિયમો પ્રમાણે અનેક સવાલોના જવાબ આપવા પડશે. સ્ટેટ ડિપાર્ટમેન્ટનું અનુમાન છે કે નવા વીઝા ફોર્મ્સથી 7.10 લાખ ઇમિગ્રાન્ટ્સ અને 1.4 કરોડ નોન-ઇમિગ્રાન્ટ્સ વીઝા અરજદારોને અસર થઇ થવાની છે. ફેડરલ રજિસ્ટ્રેશન સમક્ષ રજૂ કરવામાં આવેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યુ છે કે, અરજદારે પાંચ વર્ષ સુધી વાપરેલા તમામ ટેલિફોન નંબર્સ, ઇમેલ એડ્રેસ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ અને પરિવારના કોઇ સભ્ય આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયા હોય તો તેને લગતા સવાલોના જવાબ આપવા પડશે.

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!