અધ્યક્ષ અમિત શાહ લખનૌની મુલાકાત પર પહોંચ્યા ત્યાં જ સપાના ત્રણ અને બીએસપીના એક એમએલસીએ રાજીનામાં આપ્યાં.
બિહાર અને ગુજરાત બાદ હવે યુપીના વિપક્ષી એકતામાં ભાજપ પોતાનું વિસ્તાર વધારી રહી છે.
તેમાં મુસ્લિમ શિયા સમુદાયના જાણીતા નેતા બુક્કલ નવાબ પણ સામેલ છે, કહેવાય રહ્યું છે કે, આ બધા જ નેતાઓ ભાજપમાં જોડાશે.
એસપીના એમએલસી બુક્કલ નવાબ, યશવંતસિંહ અને મધુકર જેટલીએ પક્ષ પર આરોપો લગાવીને પોતાના પદેથી રાજીનામુ આપ્યું.
માનવામાં આવી રહ્યું છે કે, તેઓએ સીએમ યોગી આદિત્યનાથ અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મોર્ય માટે પોતાના સીટ છોડી છે.
અખિલેશ યાદવ પર નિશાન સાધતા બુક્કલે કહ્યું કે બિલકુલ સ્પષ્ટ છે કે જે પોતાના પિતા સાથે નથી તે કોની સાથે હોઈ શકે. હું મુલાયમ સિંહ યાદવનું ખુબ સન્માન કરું છું. સપામાં હજુ વધુ લોકો રાજીનામાં આપી શકે છે.
ભાજપમાં સામેલ થવા અંગે તેમણે કહ્યું કે જો જોડાવવાનું કહેશે તો તેઓ જઈ શકે છે. સીએમ યોગી વિશે તેમણે કહ્યું કે યોગી સારૂ કામ કરી રહ્યાં છે. ઓછામાં ઓછુ કોઈ કૌભાંડ તો નથી થતું.
બીજી બાજુ યશવંતસિંહે પોતાના રાજીનામાનું કારણ ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવના તે નિવેદનને ગણાવ્યું છે કે, જેમાં તેઓએ કથિત રીતે ચીનની પ્રશંસા કરી હતી.
તેઓએ કહ્યું કે, અખિલેશે ચીનની પ્રશંસા કરી તેથી તેઓ રાજીનામું આપી રહ્યાં છે.