અમિત શાહના ખુલ્લી આંખે સપનાં, મહારાષ્ટ્રમાંથી 48માંથી 45, ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતીશું

મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે અને એમાંથી ભારતીય જનતા પાર્ટીએ ઓછામાં ઓછી ૪૫ બેઠકો જીતવી જ જોઈએ. એમાં પણ બારામતીનો સમાવેશ થવો જ જોઈએ એવી હાકલ આજે  ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપ કાર્યકર્તા મેળાવડામાં આપી હતી. આ સાથે મોદી સરકારે ખેડૂતો માટે શું કર્યું એવો સવાલ કરનાર શરદ પવારને અમિત શાહએ તેઓ કેન્દ્રમાં કૃષી પ્રધાન હતા ત્યારે શું કર્યું એનો રિપોર્ટ આપો એમ પડકાર ફેંક્યો હતો. શરદ પવાર રાહુલ ગાંધીને જેટલી ટીકા કરવી હશે તે કરવા દો. તમે મહારાષ્ટ્રની ૪૫ બેઠકો જીતીને આપો, પછી એક એક ઘૂસણખોરોને શોધીને બહાર કાઢીશું, એમ પણ અમિત શાહએ કહ્યું છે. ગુજરાતમાં પણ રૂપાણી સરકારને અમિત શાહ અને મોદીએ 26માંથી 26 બેઠકો જીતવા માટે હાંકલ કરી છે. એટલે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોંગ્રેસ અને એનસીપીને એક પણ બેઠક નહીં મળે તેવા અમિત શાહ જાગતી આંખે સપનાં જોઈ રહ્યાં છે.

કામનો રેકોર્ડ રજૂ કરવાનો પડકાર પણ અમિત શાહે ફેંક્યો

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે એક દિવસની પુણેની મુલાકાતે આવ્યા હતા અને તેમણે પુણે જીલ્લાની લોકસભાની ત્રણ બેઠકો માટેનો અહેવાલ અને અહીંની પરિસ્થિતિ જાણી લીધી હતી. શરદ પવારને લોકો સામે તેઓ કેન્દ્રમાં કૃષિપ્રધાન હતા એ સમયમાં કરેલા કામનો રેકોર્ડ રજૂ કરવાનો પડકાર પણ અમિત શાહએ ફેંક્યો. અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દેથી અમે પાછળ રહ્યા નથી. અયોધ્યામાં રામમંદિર બનાવવાના મુદ્દે અમે બંધાયેલા છીએ. આમ અદાલતમાં આ પ્રકરણ હોવાથી અમે રોકાયા છે, એમ પણ સ્પષ્ટતા અમિત શાહએ કરી.

મજબૂત સરકાર માત્ર નરેન્દ્ર મોદી જ આપી શકશે

દેશની જનતાને મજબૂર નહીં પણ મજબૂત સરકાર જોઈએ છે અને મજબૂત સરકાર માત્ર નરેન્દ્ર મોદી જ આપી શકશે, એવી સ્પષ્ટતા કરીને અમિત શાહએ કહ્યું કે, દેશ એક નિર્ણાયક વળાંક ઉપર ઉભો છે. મોદી સરકારે જ્ઞાાતિનું રાજકારણ કરનારાઓને અલગ અલગ પાડી દીધા છે. છેલ્લાં પાંચ વરસમાં માત્ર ને માત્ર વિકાસ કરવા ઉપર અમે દેશને આગળ લઈ જવા માટે મોદી સરકારે પ્રયાસ કર્યા છે અને ફરીથી મોદી સરકાર સત્તામાં આવશે. અમે જ્ઞાાતિવાદ, ભાઈભતીજા વંશવાદ અને તુષ્ટીકરણ કરનારી પાર્ટીઓને ૨૦૦ ફૂટ નીચે દફનાવી દઈશું, એમ પણ અમિત શાહએ કહ્યું.

નેતાઓ ઉપર નહીં પણ કાર્યકર્તાઓ ઉપર ચૂંટણી જીતાય

મોદી સરકારે ભારતના જવાનોને વન રેન્ક વન પેન્શન આપ્યું ત્યારે કોંગ્રેસ માત્ર વન રાહુલ વન પ્રિયંકા આવી. ઓઅસઓપીમાં ફસાયા છે, એવો આરોપ કર્યો. ૨૦૧૯માં ઠગ યુતિ આવશે તો દેશ ફરીથી પાછળ ધકેલાઈ જશે, એમ કહીને અમિત શાહએ કહ્યું કે, ભાજપ માત્ર કાર્યકર્તાઓની પાર્ટી છે, નેતાઓ ઉપર નહીં પણ કાર્યકર્તાઓ ઉપર ચૂંટણી જીતાય છે. બૂથના કાર્યકર્તા એજ ભાજપની જીતનું રહસ્ય છે.

શાહ ફડણવીસ સામે કાળા- વાવટા ફરકાવવામાં આવ્યા

પુણેના હિરાબાગ ચોકમાં એમએસયુઆઈના કાર્યકર્તાઓએ દેશની વધતી બેરોજગારીના મુદ્દે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સામે કાળા ઝંડા ફરકાવ્યા હતા. પોલીસેએ ૨૦/૨૫ યુવાનોને હિરાસતમાં લીધા.

બારામતીમાં ફરી કમળ ખિલશે

આ ફેરી કોઈપણ ભૂલ થશે નહીં. બારામતીમાં કમળ જ ખીલશે, એવું કહેતા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ આગળ ઉમેર્યું કે ૨૦૧૪માં મહાયુતિએ ૪૫ બેઠકો જીતી. ભાજપ બારામતીની બેઠક કોઈપણ સંજોગોમાં જીતશે એવો વિશ્વાસ દેવેન્દ્ર ફડણવીસએ બોલી બતાવ્યો. ૨૦૧૪માં સુપ્રીયા સુળે બારામતીમાં ચૂંટાયા પણ ભાજપના સમર્થન ઉપર ઉભા રહેલા મહાદેવ જાનકરએ તેમને હંફાવ્યા હતા. તે જાનકર જો  કમળ નિશાન ઉપર ચૂંટણી લડતા તો સુપ્રીયા સુળે હારી જાત એવી ચર્ચા ભાજપના કાર્યકર્તાઓમાં થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter