GSTV

અમિતાભ બચ્ચે હોલિવૂડની ફિલ્મ ઠુકરાવી દીધી, કરી રહ્યા છે હાલમાં આ ફિલ્મ

અમિતાભ બચ્ચનને હોલીવુડ ડાયરેક્ટરે એક ફિલ્મમાં પાકિસ્તાની કલાકારનો રોલ ઓફર કર્યો છે. પણ અમિતાભ બચ્ચને આ રોલ કરવા માટે ના પાડી દીધી છે. અમિતાભ બચ્ચન આજકાલ  ફિલ્મ ‘તેરા યાર હુ મેં’ ની શુટીંગ કરી રહ્યાં છે.  આ ફિલ્મ હિંદી, તામિલ અને બંગાળી ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ બાદ અમિતાભ બચ્ચનની એક પ્રોજેક્ટમાં પાકિસ્તાની રોલ કરવાની હતી જેના માટે અમિતાભ બચ્ચને ના પાડી દીધી છે,  જેનું કારણ  ભારત પાકિસ્તાન બંને દેશોના બગડેલા સંબંધો છે.

પાકિસ્તાની એક્ટરનો રોલ ઓફર કર્યો હતો

 ડેક્કન ક્રોનિકલની રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને ઓસ્કર વિનર સાઉન્ડ ડિઝાઇનર  રેસલ પોક્યુટીએ આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટરનો રોલ ઓફર કર્યો છે. આ ફિલ્મ સાઉન્ડ ડિઝાઇનર રેસલ પોક્યુટીનું ડાયરેક્ટર તરીકેનું એક રીતે ડેબ્યુ છે. પહેલાં આ ફિલ્મને બીગ બી એ હા કહી હતી પણ ડેટ્સ ન મળવાને કારણે આગળ કઇ થઇ શક્યુ નહીં.

અમિતાભ બચ્ચન ફિલ્મ ‘તેરા યાર હું મે’ ની શુટીગમાં વ્યસ્ત

અમિતાભે શેડ્યુલના હિસાબે ‘બ્રહમાસ્ત્ર’ અને ‘તેરા યાર હુ મે’ બંને ફિલ્મોની શૂટીંગ પુરી થયા બાદની તારીખો છે. જોકે રસેલે અમિતાભની તારીખોની રાહ પણ જોઇ છે. પણ હવે ફાઇનલી અમિતાભ બચ્ચને ફિલ્મ ન કરવાનું નક્કી કહ્યું છે.  જોકે આજકાલ અમિતાભ બચ્ચન ફિલ્મ ‘તેરા યાર હું મે’ ની શુટીગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં એસ જે સુર્યા અને રામ્યા કૃષ્ણનન લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન ટી તમિલવનન કરી રહ્યાં છે. અને તેને પ્રોડ્યુસ ભૂષણ કુમાર, દિવ્યા ખોસલા કુમાર, કૃષ્ણ કુમાર, ઓમ પ્રકાશ ભટ્ટ, સુજય શંકરવર અને અમિ ત્રિવેદી કરી રહ્યાં છે.

Related posts

રામાયણ અને મહાભારતને દૂરદર્શનને નંબર વન બનાવી દીધું, છપ્પરફાડ મળી TRP

Arohi

OMG ! લંડન જવા માટે લગ્ન કરવા ફરજીયાત હતા અને એટલે જ અમિતાભ અને જયાએ લગ્ન કરી લીધેલા

Mayur

લૉકડાઉનમાં બેલે ડાન્સની ટ્રેનિંગ લઇ રહી છે સુહાના, શાહરૂખની લાડલીનો હટકે અંદાજ જોતા રહી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!