અમરેલીનાં લિલીયાના ગાગડીયા નદીમાં પુર આવ્યું છે અને ક્રાકચ ગામના બે બળદ પુરના પાણીમાં તણાયા છે.
ઉપરવાસમાં વહેલી સવારે ભારે વરસાદ આવ્યો હતો. જેથી સવારે નદીમાં પૂરના પાણી પહોંચ્યા હતા. લીલિયા-ગારિયાધારના માર્ગ પર પાણી ભરાતાં વાહન ચાલકોએ અગવડતા ભોગવવી પડી હતી. જોકે, બાદમાં પાણી ઓસરવાના શરૂ થયા.