GSTV
Home » News » અમદાવાદ : CM રૂપાણીના હસ્તે રૂ.52.46 કરોડના ખર્ચે તૈયાર બાપુનગર બ્રિજનું લોકાર્પણ કરાયું

અમદાવાદ : CM રૂપાણીના હસ્તે રૂ.52.46 કરોડના ખર્ચે તૈયાર બાપુનગર બ્રિજનું લોકાર્પણ કરાયું

અમદાવાદના બાપુનગરમાં 52.46 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું સીએમ વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદના મેયર ગૌતમ શાહ અને કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ સાથે જ સીએમે નિકોલ ખાતે શહીદ વીર મંગલ પાંડે ઓડિટોરિયમમાં વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતુ. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે મને કોંગ્રેસ પર દયા આવે છે. કોંગ્રેસ વિકાસ અને ગરીબીની વાત કરે છે. પરંતુ આજનું લોકાર્પણ કોંગ્રેસને વિકાસનો જવાબ છે.

જોકે સીએમ વિજય રૂપાણીની ચાલુ સ્પીચમાં એક વ્યક્તિએ ખારીકટ કેનાલની ગંદગીની સફાઈ કરવાનો સવાલ કર્યો હતો. જે મામલે સીએમે જાહેરાત કરી કે નિકોલની ખારીકટ કેનાલની સફાઈ માટે સરકારે 100 કરોડની ફાળવણી કરી છે.

 

Related posts

ગુજરાતની આ ચાર બેઠકો પર જ યોજાશે પેટા ચૂંટણી, અલ્પેશને હજુ પણ જોવી પડશે રાહ

Mayur

હરિયાણામાં લાગુ થશે NRC, બીજા દેશોના લોકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો અધિકાર નહીં : ખટ્ટર

Arohi

વોરનું ‘જય જય શિવ શંકર’ સોન્ગ થયું રિલીઝ, જેમાં ઋત્વિક ટાઈગરને ઝાંખો પાડતો દેખાયો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!