GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

અમદાવાદ : સ્કૂલ બસનો થયો અકસ્માત, કોઇ જાનહાનિ નહિ

અમદાવાદમાં ફરી એક વાર સ્કૂલ બસનો અકસ્માત થયો. વહેલી સવારે પકવાન ચાર રસ્તા પાસે આ અકસ્માત થયો હતો.

સદ્દનસીબે બસમાં સવાર વીસેક જેટલા વિદ્યાર્થીઓને કોઇ ઇજા નહોતી પહોંચી. પકવાન ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે 7 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. આ અકસ્માત 3 કાર વચ્ચે સર્જાયો હતો.

ગાંધીનગર તરફથી પુર ઝડપથી આવતી ઇક્કો કારે કુલ 3 કારને અડફેટે લીધી હતી. જેમાં આનંદ નિકેતન નામની એક સ્કૂલ બસને પણ ટક્કર વાગી હતી.

આજે અમદાવાદમાં વહેલી સવારે ફરી એક સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. આનંદનિકેતન સ્કૂલની બસને અકસ્માત નડ્યો હતો. બાળકોની સલામતીનો મામલો ધીરે ધીરે ગંભીર થતો જાય છે.

દિવ્યપથ શાળાના બે વિદ્યાર્થીના મોત થયા છે ત્યારે આજે ફરી એક સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો છે. એસજી હાઇવે પર આવેલા પકવાન ચાર રસ્તા નજીક સ્કૂલબસ અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જોકે, આ અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર નથી. એક કાર ચાલકે બસને સાઇડના ભાગે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

Related posts

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah

હોંગકોંગ, ભારત બાદ હવે ચીને આ દેશને કરી સળી, કોરોનાની બદનામી ટાળવા હવે ચીન યુદ્ધના રવાડે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!