GSTV

અમદાવાદ : સાણંદમાંથી ગુમ થયેલા બિલ્ડરની સનાથલ પાસે લાશ મળી આવી

અમદાવાદના સાણંદમાંથી ગુમ થયેલા બિલ્ડરની લાશ મળી આવી છે. સનાથલ પાસેથી બિલ્ડરની લાશ મળી આવી હતી. ગઈકાલે બિનવારસી હાલતમાં બિલ્ડરની કાર પણ મળી આવી હતી.

સાણંદનાં ઈયાવામાં રહેતા  બિલ્ડર હિતેન્દ્રસિંહ જાડેજા ઘરેથી કારમાં નીકળ્યા બાદ ગૂમ થઈ જતા શંકાકુશંકાઓ સાથે રહસ્ય ફેલાયું હતુ. આ દરમિયાન બિલ્ડરની કાર તેલાવ પાસેની કેનાલ નજીકથી મળી આવી હતી. કારનું એક બાજુનું હેન્ડલ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતુ.

હિતેન્દ્રસિંહ બીજી ઓક્ટોબરે પોતાની કાર લઈને તેમની સાણંદ ઓફિસે જવા નીકળ્યા હતા. પણ મોડીરાત સુધી ઘરે પરત ન આવતા તેમના સંબંધીઓએ શોધખોળ આદરી હતી. આખી રાત તપાસ કર્યા બાદ સવારે અંતે તેમના સંબંધીઓએ સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવી હતી.

જે બાદ પોલીસે તપાસ કરતા ગઈકાલે સાણંદ રોડના તેલાવ ગામથી શેલા તરફ જતી કેનાલ પાસેથી સ્વિફ્ટ કાર મળી આવી હતી. એજ કેનાલમાંથી બિલ્ડર હિતેન્દ્રસિંહની લાશ મળી આવતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

લોકડાઉનના કારણે ઘરેલુ હિંસામાં વધારો, આ રાજ્યોમાં મહિલાઓ સૌથી વધુ બની રહી ભોગ

Ankita Trada

Coronaના સંકટમાં તમે તમારા PF ખાતામાંથી કેટલા રૂપિયા ઉપાડી શકો? આ રહ્યો જવાબ

Bansari

એશિયાની સૌથી મોટી ઝૂંપપટ્ટીમાં વરસ્યો Coronaનો કહેર, 1 વ્યક્તિના મોતથી મચ્યો હડકંપ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!