GSTV
Home » News » અમદાવાદ : વસ્ત્રાપુરમાં કારનો ઝાડ સાથે અકસ્માત, બે યુવાનના મોત

અમદાવાદ : વસ્ત્રાપુરમાં કારનો ઝાડ સાથે અકસ્માત, બે યુવાનના મોત

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં શનિવારની મધરાતે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બે યુવાન મોત પામ્યા હતાં.

વસ્ત્રાપુર વિસ્તારમાં શનિવારની રાતે બે વાગ્યે સંજીવની હોસ્પિટલ તરફના રસ્તા પર જઈ રહેલી ફોર્ડ એન્ડેવર કાર સનરાઈઝ ટેનામેન્ટ પાસે ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતમા કારમાં બેઠેલા બન્ને યુવાન લોહિલુહાણ થઇ ગયા હતા.

ઝાડ સાથે અથડાતા જોરદાર ધડાકો થયો હતો રહેવાસીઓ પણ ઉંઘમાંથી ઉઠી ગયા. લોકોએ યુવાનોને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતાં.

તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 17 વર્ષીય નિશ્ચય પ્રદીપ જૈન ઉસ્માનપુરા વિસ્તારનો રહેવાસી હતો અને 16 વર્ષીય વેદાંત દર્શન પટેલ દરિયાપુર વિસ્તારનો રહેવાસી હતો.

 

Related posts

મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમારોહમાં નોંધાયો આ વર્લ્ડ રેકોર્ડ

Nilesh Jethva

ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન ખરીદવાનું હોય તો જલદી કરો, આ મહિનાથી વધી રહ્યો છે ભાવ

Ankita Trada

4 વર્ષ જૂની ઘટનામાં કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, દિલ્હીની કેજરીવાલ સરકારે આપી મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!