GSTV

અમદાવાદ : રોડશો માટે AMTSની 200 બસો ફાળવાતા મુસાફરો રઝળી પડ્યા

ઇઝરાયલના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હોવાથી સવારથી અમદાવાદ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું હતુ. બંને દેશોના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમમાં AMTS ની 200 જેટલી બસો ફાળવી દેવાતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા બસના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને બસમાં જવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી.

આમ પણ અમદાવાદની AMTS બસની છાપ લોકોમાં એટલી સારી નથી. બસો સમયસર આવતી નથી ત્યારે બુધવારે તો મુસાફરો બસની રાહ જોઇ થાકી ગયા હતાં. બસની મુસાફરી માટે કલાકો રાહ જોવી પડી. કેટલાકને દવાખાને જવાનું હતુ. તો કેટલાકને ઓફીસ કે પછી કોલેજ.

પરંતુ AMTS બસ મોડી આવતા મુસાફરોનું રુટીન ખોરવાઇ ગયું. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સવારીથ 200 જેટલી બસો મોદીના કાર્યક્મમાં ફાળવી દેવામાં આવી હતી. મુસાફરોનો વિચાર કર્યા વિના સરકારી કાર્યક્રમમાં બસ આપી દેવાતા બસના અભાવે મુસાફરોને લાંબા સમય સધી બસ સ્ટેન્ડે બેસી રહેવું પડ્યુ હતું. તો કેટલાકે મજબૂરીવશ ખાનગી વાહનોનો ઉપયોગ કર્યો.

છાશવારે જાહેર કાર્યક્રમોમાં વપરાતી સરકારી મશીનરી સામે લોકોનો મોટા પાયે આક્રોશ જોવા મળ્યો. મુસાફરોની ફરિયાદ હતી કે સરકારે તેમના કાર્યક્રમમાં અન્ય બસોનો ઉપયોગ કરવો જોઇએ અને જો AMTSનો ઉપયોગ કરવો હોય તો મુસાફરો માટે અન્ય વ્યવસ્થા કરવી જોઇએ. સરકારી કાર્યક્રમને કારણે પ્રજાને હાલાકીમાં મુકાવુ પડે તે કેટલું યોગ્ય છે.

Related posts

ગુજરાતમાં પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સ આ શહેરોમાં રસ્તા પર ઉતરી, સોસાયટીના દરવાજે પણ ન થતા ભેગા

Ankita Trada

ગુજરાતમાં ખતરો વધ્યો : કોરાનાથી અમદાવાદમાં વધુ એક મહિલાનું મોત, આજે નવા 6 કેસ પોઝિટીવ

Karan

લૉકડાઉન: સોસાયટીમાંથી બહાર નિકળતા પહેલા સો વાર વિચારજો, ઘરમાંથી કંટાળી બહાર નિકળ્યા તો જેલભેગા થયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!