GSTV

અમદાવાદ: રોટોમેક કંપનીને તાળાં વાગતા બેકાર કર્મચારીઓએ સરકાર સમક્ષ મૂકી આ માંગ

લિખતે લિખતે લવ હો જાયે જેવી ટેગ લાઇનથી શરૂ થયેલી રોટોમેક પેનની કંપનીને તાળા વાગી ગયા છે. અમદાવાદના ચાંગોદરમાં આવેલી કંપનીના માલિક વિક્રમ કોઠારીએ બેંકોનું 3 હજાર કરોડનું કરી નાખ્યુ છે. જેથી તેની ધરપકડ કરી લેવાઇ છે. જ્યારે રોટોમેકમાં કામ કરતા કર્મચારીઓ બેકાર બની ગયા છે.

આ એ બદનસીબ કર્મચારીઓ છે જેઓએ તેમની જિંદગીના 15 કરતા વધુ વર્ષ રોટોમેક કંપનીની પ્રગતિ માટે આપ્યા. પરંતુ જાણે રોટોમેક રૂપી તેમની નસીબની પેને તેમના ભાગ્યમાં એવું લખ્યુ કે અચાનક આ કર્મચારીઓ બેકાર બની ગયા અને હવે તેમને પોતાના હક્ક હિસ્સા માટે વિરોધ રૂપી જંગ કરવો પડી રહ્યો છે.

રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ બેંકનું અંદાજે ત્રણેક હજારનું ફૂલેકુ ફેરવ્યુ છે જે બાદ તેની ધરપકડ કરી લેવાઇ છે. હવે કંપનીને તાળા વાગી ગયા છે અને આ કર્મચારીઓના પગાર ભથ્થા હક્ક હિસ્સા બધુ જ અટવાઇ ગયું છે ત્યારે આ કર્મચારીઓ માટે હવે જાયે તો જાયે કહા જેવો ઘાટ ઘડાયો છે.

Related posts

બરોડા ક્રિકેટ એસોસિએશનની 83મી એજીએમમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણય

Nilesh Jethva

સફાઈ/ ખોટી રીતે બ્રશ કરવાથી જલ્દી પડી જશે આપના દાંત, જાણો યોગ્ય રીત

Pravin Makwana

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ બાદ આ શહેરમાં રાત્રીના 10 વાગ્યા બાદ બજારો બંધ રાખવાનો લેવાય શકે છે નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!