GSTV
Home » News » શિક્ષકે ધો.5ની વિદ્યાર્થીનીને 40 મિનિટ સુધી ઉઠક-બેઠક કરાવી, હોસ્પિટલમાં દાખલ

શિક્ષકે ધો.5ની વિદ્યાર્થીનીને 40 મિનિટ સુધી ઉઠક-બેઠક કરાવી, હોસ્પિટલમાં દાખલ

અમદાવાદના મણિનગરમાં આવેલી લલિતા ગ્રીન લોન્સ સ્કૂલ નજીવી બાબતે શિક્ષા કરવાના મુદ્દે ચર્ચામાં છે. મણિનગરની લલિતા ગ્રીન સ્કૂલમાં વિદ્યાર્થીનીને શિસ્તભંગ બદલ 40 મિનિટ સુધી ઉઠક-બેઠક કરાવાઇ હતી. જેના કારણે વિદ્યાર્થીનીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સ્કૂલ સત્તાવાળાઓએ વહીવટી અધિકારી વિની અંકલેશ્વરીયાને સસ્પેન્ડ કરી દીધા છે.

અમદાવાદની મણિનગરમાં આવેલી લલિતા ગ્રીન લોન્સ સ્કૂલ હાલ વિવાદોમાં સપડાઇ છે. મણિનગરમાં આવેલી લલિતા ગ્રીન લોન્સ સ્કૂલમાં શાળામાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી હની પ્રજાપતિને બે ચોટલા ન વાળવાને કારણે  એક પિરિયડ સુધી ઉઠક-બેઠક કરાવાઈ હતી. આ  વિદ્યાર્થીનીને શાળાના  શિસ્તભંગ સામે 40 મિનિટ સુધી ઉઠક-બેઠક કરાવવામાં આવી હતી.  શાળામાંથી મળેલી સજાને લઈને વિદ્યાર્થીની તબિયત લથડતાં  વિવાદ થયો છે. હાલમાં વિદ્યાર્થીનીને સારવાર માટે એલજી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

અમદાવાદની શાળામાં વિદ્યાર્થિનીઓને ઉઠબેસની સજા કરવાની ઘટનામાં તંત્રએ પગલા લેવાના શરૂ કર્યા છે. તંત્રની કાર્યવાહીની વચ્ચે લલિતા ગ્રીન લોન્સ શાળાએ તેમના વહીવટી અધિકારી વિની અંકલેશ્વરીયાને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીએ પણ તપાસ શરૂ કરી છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah

CAAના સમર્થનમાં ઉતર્યા રાજ ઠાકરે, બોલ્યા-PAK અને બાંગ્લાદેશનાં ઘુસણખોરોને ફેંકો બહાર

Mansi Patel

VIDEO : અમદાવાદની આ પ્રતિષ્ઠીત ક્લબમાં નણંદ ભોજાઇ વચ્ચે સર્જાયા મારામારીના દ્રસ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!