GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અમદાવાદ: તંત્રના તઘલખી નિર્ણયના વિચારથી એસટીના લાખો મુસાફરો મૂકાઈ શકે છે મુશ્કેલીમાં

જીએસઆરટીસીની બસોને ગીતા મંદિર આવતી અટકાવવી. ખરેખર તો તંત્રનો આ નિર્ણય જ સાબિત કરે છે કે વહીવટ અને તેના અમલ માટે તંત્ર પાસે કોઇ વિઝન જ નથી. જો એએમટીએસના સત્તાધીશોના વિચારનું અમલીકરણ કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ એસટીના હજ્જારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

અમદાવાદના ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેશને દરરોજ લાખો મુસાફરોની અવરજવર હોય છે. અમદાવાદ જ નહિં રાજ્યનું તે મહત્વપૂર્ણ એસ.ટી. મથક છે. અહીંથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી એસટી બસ બહોળી સંખ્યામાં આવે છે. જો આ બસોનો નારોલ, રાણીપ, કૃષ્ણનગર અને સરખેજ અટકાવી દેવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ એસટીના મુસાફરોને બહુ મોટી તકલીફનો સામનો કરવો પડશે.

મુસાફરોએ એસટીમાંથી ઉતરી બીઆરટીએસ કે એએમટીએસમાં જવું પડશે. હવે પહેલાથી જ એએમટીએસ અને બીઆરટીએસ બસોના ટાઇમટેબલના ઠેકાણા નથી ત્યારે બહારગામથી આવેલા મુસાફરોનો બસની રાહ જોવી પડશે. તો કેટલાક રૂટ પરની બસો ઓછી હોવાથી બસ ખીચોખીચ ભરેલી હોય છે. આવા સંજોગોમાં એસટીના મુસાફરોએ તેમના સામાન સાથે ભીડવાળી બસનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત બહારગામથી આવનારા મુસાફરોના સામાનની સલામતી પણ જોખમાશે. મુસાફરોએ એસટીમાંથી સામાન ઉંચકી એએમટીએસ કે બીઆરટીએસની બસમાં મુકવો પડશે. ત્યારે જો બાળકો અને વૃદ્ધો સાથે હોય તો સામાનની હેરફેર કરવામાં તકલીફ પડી શકે છે. એસટીના મુસાફરોએ ગીતા મંદિર જવા માટે ફરી ટિકીટ લેવી પડશે. જો એસટી બસો ગીતા મંદિર સુધી ન જાય તો કરોડોના ખર્ચે બનેલા ગીતા મંદિર એસટી મથકનું શું કામ?

જીએસઆરટીસીની બસોને ગીતા મંદિર નહીં આવવા દેવાનો ફક્ત વિચાર કરવામાં આવે તો સામાન્ય માણસને પણ ખ્યાલ આવે કે આ કેટલો અણઘડ નિર્ણય છે. આ નિર્ણયથી મુસાફરોને કેટલી તકલીફ પડી શકે છે ત્યારે પ્રશ્ન એ છે કે શું સત્તાધીશોને મુસાફરોની હાલાકીનો આ ખ્યાલ નહીં આવ્યો હોય.

Related posts

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવની તસવીરો વાયરલ

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક ખેડૂતો પાયમાલ, પાક નુકસાનીનું વળતર ચૂકવે સરકાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!