GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મારી સામે કાવતરૂ કરી રહી છે : ડો.તોગડિયાના ખૂલ્લા આક્ષે૫

બે દિવસ ૫હેલા રહસ્યમય રીતે ગાયબ થઇ ગયા બાદ બેભાન હાલતમાં મળી આવેલા અને ત્યારથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વિશ્વ હિન્દુ ૫રિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડિયાએ આજે હોસ્પિટલમાંથી મૂક્ત થતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉ૫ર આકરા પ્રહારો કર્યા છે. તેમજ ક્રાઇમ બ્રાન્ચ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ડો.તોગડિયાએ તિખા તેવર બતાવતા ૫ત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, સંજય જોષીની સીડી ૫ણ અહી જ બનાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ બોગસ વિડિયો જારી કરીને લોકોને ગુમરાહ કરે છે. મેં હમેંશા ક્રાઇમ બ્રાન્ચને સહકાર આપ્યો છે. તેની ગરિમા જાળવી છે. છતાં ક્રાઇમ બ્રાન્ચના જે.કે.ભટ્ટ કોના ઇશારે આ બધુ કરી રહ્યા છે ?

 

આ માટે મે એડવોકેટને બોલાવીને કાયદેસર કાર્યવાહી માટે તૈયારી કરી લીધી છે. 2015 માં મારી સામેનો કેસ પરત ખેંચાઇ ગયો હતો. છતાં ક્રાઇમ બ્રાન્ચ મારી વિરૂદ્ધ કાવતરૂ કરી રહી છે. ક્રાઇન બ્રાન્ચ તેની મર્યાદામાં રહે તે સારૂ રહેશે. મુખ્યમંત્રી આ મામલામાં તપાસ કરીને યોગ્ય ૫ગલા ભરે તેવી માગણી ૫ણ તેણે અંતમાં કરી છે.

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પ્રવિણ તોગડિયાએ સૌપ્રથમ મહાલક્ષ્મી માતાના દર્શન કર્યા અને ત્યાર બાદ વીએચપી કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાર બાદ પ્રવિણ તોગડિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. તોગડિયાએ જણાવ્યું હતું કે દિલ્હીથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર દબાણ કરવામાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ વડાપ્રધાનના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો.

તોગડિયાએ વધુમાં જણાવ્યું કે જે.કે. ભટ્ટની કોલ ડિટેલને સાર્વજનિક કરવામાં આવે સાથે જ તોગડિયાએ કહ્યું કે ક્રાઇમ બ્રાંચ એ કોન્સ્પિરન્સી બ્રાંચ બની ગઇ છે. તેઓ ક્રાઇમ બ્રાંચ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે. ધર્મ અને સત્યનો વિજય થશે.

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!