GSTV
Home » News » અમદાવાદીઓ આનંદો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે દોડશે સી પ્લેન, આ તારીખે થશે જાહેરાત

અમદાવાદીઓ આનંદો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે દોડશે સી પ્લેન, આ તારીખે થશે જાહેરાત

સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી ત્રીજા તબક્કાના પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ 7 જાન્યુઆરીએ પસંદ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે.

મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં પ્રવાસ કર્યો હતો

વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં પ્રવાસ કર્યો હતો. ગુજરાતમાં સાબરમતી રિવરફ્રન્ટ-શેત્રુંજય ડેમ,બેલગામ-વડોદરા, ભાવનગર-પુણે, કિશનગઢ-અમદાવાદ, દિલ્હી –જામનગર, અમદાવાદ-ઉદયપુર, અમદાવાદ-અમરેલી, અમરેલી-સુરત, સુરત-ભાવનગર, ભાવનગર-રાજકોટ રૂટનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ સી પ્લેન દોડશે

ગુજરાત ઉપરાતં દેશમાં આસામના ઉમરાંગ્સો રિજરવોયર, ગોવાહાટી રિવર ફ્રન્ટ, ઉતરાખંડના તહરી ડેમ, મહારાષ્ટ્રના ઈરઈ ડેમ, નાગપુરનો ખીંદસી ડેમ, તેલંગાણાના નાગાર્જુન સાગર, હેવલોક, આંદાબાર અને નિકોબાર, લોન્ગ આઈલેન્ડ-આંદાબાર અને નિકોબાર,  તેમજ આંદાબાર-નોકોબારના નીલ આઈલેન્ડ તથા હટબેની સી-પ્લેન શરૂ કરવા માટે પસંદગી કરવામાં આવી છે.

Related posts

ગુજરાત યુનિ.એ આ 10થી વધુ કોર્સના નિયમોમાં કર્યા છે ફેરફાર, જલદીથી કરી લેજો ચેક

Arohi

બનાસકાંઠાના ધાનેરામાં આ રોગનો છે વાયરો, 4 લોકોનાં મોત થતાં સરકાર રસી માટે દોડી

Bansari

ફરવાના શોખિન ગુજરાતીઓને નડી મંદી, ટુર ઓપરેટરોની દિવાળી બની ફિક્કી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!