GSTV

અમદાવાદમાં વિદ્યાર્થીઓએ કોની સાથે વેલેન્ટાઈન ડે ઉજવ્યો?

Last Updated on February 14, 2018 by

વેલેન્ટાઇન ડે એટલે યંગસ્ટર્સનું જ સેલિબ્રેશન. સામાન્ય રીતે આવી જ ધારણા હોય છે ત્યારે અમદાવાદમાં આજ ધારણા ખોટી પડી છે. જ્યાં નવજીવન વૃદ્ધાશ્રમમાં વિદ્યાર્થીઓએ વડીલો સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કર્યો.

મારો દિકરો કે દિકરી મારો પૌત્ર મને મળવા આવે એ જ દિવસ મારા માટે દિવાળી અને એ જ દિવસ મારા માટે વેલેન્ટાઇન ડે. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં જિવનની લાસ્ટ ઇનિંગ વિતાવી રહેલા આ વડીલો દરેક વાર-તહેવારે વૃદ્ધાશ્રમના દરવાજા તરફ નજર તાંકતા હોય છે કે ક્યારે તેમના પરિજનો આવે અને તેમની સાથે તેઓ તહેવાર ઉજવી શકે. પરંતુ હંમેશા આશાઓ ઠગારી નીવડતી હોય છે, ત્યારે આવા જ વડીલો સાથે વિદ્યાર્થીઓએ પ્રેમનું પર્વ ઉજવ્યું. દાદા-દાદી સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરીને આ વિદ્યાર્થીઓએ હંમેશા તેમના માતાપિતા અને દાદા-દાદીને સાચવવાના વચન લીધા છે.

ખૂબ જ નસીબદાર હોય છે એ વડીલો જેમના સંતાનોનો જીવનભર સાથ મળતો હોય છે. પરંતુ અહીંના વૃદ્ધાશ્રમમાં જિંદગીની બાકી પળોને પૂર્ણ કરતા આ વડીલો એટલા નસીબદાર નથી. જેથી વડીલો આ વ્યથાને ભૂલીને જિંદગીની સેકેન્ડ ઇનિંગને એન્જોય કરે તેવો આ ઉત્કૃષ્ઠ પ્રયાસ હતો.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!