GSTV

અમદાવાદમાં યોજાઇ કરાટે સ્પર્ધા : 39 શાળાના 253 બાળકોએ ભાગ લીધો

Last Updated on January 27, 2018 by

26મી જાન્યુઆરી 2018 અને 69માં ગણતંત્રના રોજ્જ અમદાવાદમાં ડિસ્ટ્રીક શિકોકાય દ્વારા કરાટે ચેમ્પિટનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કરાટે ચેમ્પિયનશીપમાં 5 વર્ષના ભૂલકાઓથી લઈ 35 યુવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ગ્રીન તેમજ રેડ બેલ્ટ ધારી આ તમામ નાના ભૂલકાઓ આવતી કાલના ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. આ તમામ બાળકોએ અમદાવાદ ડિસ્ટ્રીક શિકોકાય દ્વારા આયોજીત ચેમ્પિયનશીપમાં પાર્ટ લઈ પોતાના કૌશલ્યો દર્શાવ્યા હતા. ચેમ્પિયનશીપ દરમિયાન અનેક બાળકોએ ગોલ્ડમેડલ તેમજ સિલ્વર મેડલ પ્રાપ્ત કરતા તેમની ખુશીનો પાર ન રહ્યો હતો.

ડિસ્ટ્રીક શિકોકાય ચેમ્પિયનશીપમાં અમદાવાદની વિવિધ 39 સ્કૂલના 253 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપમાં 5 વર્ષના નાના ભૂલકાથી લઈ 35 વર્ષના યુવકોએ ભાગ લીધો હતો. કરાટે સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કરનાર બાળકોનો ઉત્સાહ વધારવા માટે ટ્રોફિ તેમજ મેડલ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ચેમ્પિયનશીપના મુખ્ય આયોજક તરીકે કરાટે કોચ યક્ષીત ભાવસારે મહત્વની ભુમિકા અદાકરી હતી.

આ પ્રકારની કરાટે ચેમ્પિયનશીપના આયોજન દ્રારા બાળકોના ઉત્સાહમાં વધારો થાય છે. તેમજ બાળકોની સ્પોર્ટેસ પ્રત્યેની રુચી વધે છે. ત્યારે સરકારની પણ ફરજ બને છે કે આ પ્રકારની ચેમ્પિયનસીપના આયોજકોના ઉત્સાહમાં વધારો કરવો જોઇએ.

Related posts

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari

ડ્રેગનની નાપાક હરકત / LAC પર ભારતીય સીમા નજીક ઉડતા જોવા મળ્યા ચીની ડ્રોન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!