GSTV
Home » News » અનિલ અંબાણી સામે નાદારીનો ખતરો, 28 હજાર કરોડની સંપત્તિ સામે 96 હજાર કરોડનું દેવું

અનિલ અંબાણી સામે નાદારીનો ખતરો, 28 હજાર કરોડની સંપત્તિ સામે 96 હજાર કરોડનું દેવું

અનિલ અંબાણી સામે નાદારીનો ખતરો છે. માત્ર રિલાયન્સ કોમ્યુનિકેશન જ નહી તેમના જૂથની દરેક કંપનીઓ ઉપર દેવું છે. કંપનીઓ શેરહોલ્ડરની સંપત્તિ વધારવામાં તો નિષ્ફળ જ રહી છે પણ એટલી જ હદે દેવાના સમયસર ચુકવણીમાં પણ તકલીફ નડી રહી છે. RCom ઉપરાંત રિલાયન્સ ડીફેન્સ અને રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ પાવર ઉપર પણ દેવું છે. રિલાયન્સ ઇન્ફ્રાએ મુંબઈમાં વીજ વિતરણનો બિઝનેસ વેંચી દેવું ઘટાડવા પ્રયત્ન કર્યો છે પણ હજુ દેવું તો છે જ. રિલાયન્સ કોમ ઉપર રૂ.૪૬,૨૩૨ કરોડનું દેવુંં ઘટાડવા માટે ૧૮ મહિનાથી અનિલ અંબાણી પ્રયત્ન કરી રહ્યા છે. ટાવર બિઝનેસ વેચવાનો તેમનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો.

મુકેશ રિલાયન્સ કોમના ટાવર અને ઓપ્ટીકલ ફાઈબર ખરીદવા તૈયાર

કંપનીની જમીન અને મકાન વેંચવા કાઢ્યા છે પણ તે હજુ ફળીભૂત થયા નથી. મોટાભાઈ મુકેશ અંબાણી રિલાયન્સ કોમના ટાવર અને ઓપ્ટીકલ ફાઈબર ખરીદવા તૈયાર છે પણ ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ અને એરિક્સન વચ્ચે આવી રહ્યા છે. ટેલિકોમ ડીપાર્ટમેન્ટ રિલાયન્સ કોમ પાસે રૂ.૨,૯૪૭.૪૮ કરોડની રકમ સ્પેક્ટ્રમ માટે માંગે છે. આ રકમ મુકેશ અંબાણીની જિયો જો RCom ખરીદે તો ભરપાઈ થઇ જાય તેમ છે. સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીએ રૂ.૧,૪૦૦ કરોડની બેંક ગેરેંટી અને જમીન-મિલકત આ રકમ ભરપાઈ કરવા માટે આપી છે.

આજે તે માત્ર ૪ અબજ ડોલર રહી છે

આ અંગે ડીપાર્ટમેન્ટ કોઈ નિર્ણય લે એ પહેલા જિયોએ એક પત્ર લખ્યો છે કે રિલાયન્સ કોમ ખરીદ્યા પછી જો કોઈ બાકી લેણા નીકળે તો અમારી જવાબદારી રહેશે નહિ એટલે હવે મુશ્કેલી વધી છે. અનિલ અંબાણીએ કંપનીને નાદાર જાહેર કરી તેની લીલામી થાય તેવી પ્રક્રિયા શરૂ કરી છે. પિતાના બીઝનેસના ભાગલા પડ્યા પછી અનિલ અંબાણી પાસે રિલાયન્સ કોમ આવ્યું હતું. વર્ષ ૨૦૦૭માં અનિલ અંબાણી પાસે ૪૫ અબજ ડોલરની સંપત્તિ હોવાનું ફોર્બસના આંકડા જણાવે છે આજે તે માત્ર ૪ અબજ ડોલર રહી છે સામે મુકેશ અંબાણીની સમ્પત્તિ ૯૮.૭ અબજ ડોલર ઉપર પહોંચી છે.

દેવું કંપનીના બજાર મુલ્ય કરતા ઘણું વધારે

અનિલ અંબાણીની કંપનીઓ ઉપર જે દેવું છે તે કંપનીના બજાર મુલ્ય કરતા ઘણું વધારે છે. ૪ અબજ ડોલર એટલે કે લગભગ રૂ.૨૮,૦૦૦ કરોડની સમ્પત્તિ સામે દેવું રૂ.૯૬,૨૬૮ કરોડ જેટલું થવા જાય છે. લેણદારોને વિશ્વાસમાં લેવા માટે લગભગ દરેક કંપનીમાં અનિલ અંબાણીએ પ્રમોટર તરીકે પોતાનો હિસ્સો ગીરવે મુક્યો છે જેની બજાર કિંમત રૂ.૬૬૪૫ કરોડ જેટલી થવા જાય છે. અનિલ અંબાણી દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડમાંથી એક કંપની ચલાવે છે. તેની કંપનીઓ વીજળી, ઇન્ફ્રાસ્ટ્રકચર ઉપરાંતન હાઉસિંગ ફાયનાન્સ, જનરલ ઇન્સ્યુરન્સ અને જીવન વીમા ક્ષેત્રે પણ કાર્યરત છે. અનિલ અંબાણી અત્યારે આ દેવાનો ડુંગર કેવી રીતે ઘટાડે? કેવી રીતે ધીરુભાઈ અંબાણીના સંપત્તિ સર્જકનું નામ બચાવે એ જોવાનું રહ્યું.

Related posts

સારા રોડનો ઉપયોગ કરવો હોય તો તેના નિર્માણ માટે લોકોએ નાણા ખર્ચવા પડશે: નીતિન ગડકરી

Riyaz Parmar

પોસ્ટ વિભાગની પરિક્ષા હિન્દી-અંગ્રેજીમાં લેવાતા દક્ષિણનાં રાજ્યોએ વિરોધ કર્યો, સરકારે આપ્યું આ નિવેદન

Riyaz Parmar

રાંચીની અદાલતે એક વિદ્યાર્થીનીને સંભળાવી અનોખી સજા, જાણો શું છે મામલો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!