GSTV

અનામતની માગણીને લઈને આજે મરાઠા સંગઠનો દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

Last Updated on August 9, 2018 by

સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગણીને લઈને આજે ઘણાં મરાઠા સંગઠનો દ્વારા મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે. મરાઠી ક્રાંતિ મોરચા સહીત ઘણાં સંગઠનોના મહારાષ્ટ્ર બંધના એલાનને કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મરાઠા સંગઠનોના વિરોધ પ્રદર્શનોને કારણે જુલાઈ માસમાં રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં મોટા પ્રમાણમાં હિંસા અને આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. તેના કારણે સરકાર નવમી ઓગસ્ટના બંધના એલાન મામલે કોઈ જોખમ ઉઠાવવા ઈચ્છતી નથી.

સરકારે મહારાષ્ટ્ર બંધને કારણે સંવેદનશીલ સ્થાનો પર રેપિડ એક્શન ફોર્સની છ કંપનીઓ અને સીઆઈએસએફ તથા એસઆરપીની એક-એક કંપનીઓની તેનાતી કરી છે. વિભિન્ન સ્થાનો પર પોલીસની મદદ કરવા માટે હોમગાર્ડના જવાનોની પણ તેનાતી કરવામાં આવી છે. પોલીસે આંદોલનકારીઓને શાંતિપૂર્ણ પ્રદર્શન અને કાયદો-વ્યવસ્થાને હાથમાં નહીં લેવાની અપીલ કરી છે. પોલીસ દ્વારા સોશયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે.

મહારાષ્ટ્રના મુખ્ય સચિવ ડી. કે. જૈને બંધ પહેલા સુરક્ષા ઉપાયોની સમીક્ષા પણ કરી છે. તેમણે અધિકારીઓને ઉપનગરીય રેલવે સેવા સુચારુપણે ચાલે અને સ્કૂલ તથા અન્ય જરૂરી સેવાઓ પ્રભાવિત થાય નહીં તેવું સુનિશ્ચિત કરવા માટે પણ તાકીદ કરી છે. પહેલા મુંબઈ અને થાણેને બંધમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. પરંતુ બાદમાં કેટલાક સંગઠનો દ્વારા મુંબઈ અને થાણે બંધની વાત કરવામાં આવી છે. બંધને કારણે ઔરંગાબાદ, પુણે, મુંબઈમાં ઘણા સ્થાનોએ શાળાઓને બંધ રાખવામાં આવી છે.

બુધવારે સકલ મરાઠા સમાજના નેતા અમોલ જાધવરાવે કહ્યુ હતુ કે આ રાજ્યવ્યાપી બંધ હશે. તેમાં નવી મુંબઈને સામેલ કરવામાં આવી નથી. આ બંધમાંથી તમામ જરૂરી સેવાઓ, સ્કૂલો અને કોલેજોને અલગ રાખવામાં આવી છે. કેટલાક સંવેદનશીલ મુદ્દાઓને કારણે નવી મુંબઈમાં બંધ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓ ખાસ કરીને નવી મુંબઈના કોપરખૈરને અને કલમબોલીમાં જુલાઈમાં મરાઠા અનામત આંદોલન દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી.

Related posts

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!