બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર અંબાજીનું આભ ગૂંજી ઉઠ્યુ છે. ત્યારે આકાશમાંથી ભાદરવી મેળાનો નજારો કેવો હોય. તેવી કલ્પના સાથે લેવાયેલા આ દ્રશ્યો આપને મા અંબાની ભક્તિમાં તલ્લીન બનાવી દેશે. અંબાજીના આકાશમાંથી ડ્રોન કેમેરાથી લેવાયેલા આ દ્રશ્યો એટલા અદભૂત અને આહલાદક છે કે જોનાર સૌ કોઇની આંખો હટે નહીં.
આકાશમાંથી લેવાયેલા આ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે માઁ અંબાનું પર્વ આવે છે જ્યારે માઁ અંબાના દર્શનનો લ્હાવો આવે છે ત્યારે માનવ મહેરામણ જાણે કિડીયારું ઉભરાયું હોય તેવી રીતે જોવા મળે છે. અને આવા જ કંઇક દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઇને એટલું કહેવાનું મન થાય કે માઁ અંબાનો સાક્ષાત્કાર કરવાનું જો ખરું કોઇ પર્વ હોય. તો તે છે ભાદરવી પૂનમો આ મેળો.