અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરને મંગળવારે હૃદય રોગનો હુમલો આવ્યો હતો. જેના કારણે તેમને તાબડતોબ સારવાર માટે આદિપુરની સ્ટલિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકારના સંસદિય સચિવ અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરને મંગળવારે હૃદય રોગનો હુમલો થયો હતો. જેના કારણે તેઓને તાત્કાલિક આદિપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલમાં તેઓની સઘન સારવાર કરવામાં આવી રહી છે.