આવનારી પેઢીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીથી અવગત કરવા જૂનાગઢ પોલીસ કચેરી ખાતે મેઘાણી કોર્નરનો પ્રારંભ

જૂનાગઢ પોલીસ કચેરી ખાતે મેઘાણી કોર્નરનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના સાહિત્યથી આવનારી પેઢી વાકેફ થાય તે માટે મેઘાણી કોર્નરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મેઘાણીનો જન્મ એક પોલીસ પરિવારમાં થયો હતો. અને  અભ્યાસ જૂનાગઢની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજમાં કર્યો હતો.

તેની સ્મૃતિ રૂપે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એસપી કચેરી ખાતે મેઘાણીના 75 પુસ્તકો સાથે મીની પુસ્તકાલય ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને લોક સાહિત્યકાર અભેસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા નિલેશ ઝાઝડિયાએ કોર્નરનું ઉદ્ઘાટન કરી મેઘાણીની વંદના કરી હતી.

ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાક મેઘાણીએ જણાવ્યું હતું કે, અત્યારની પેઢી માતૃભાષાથી વિમુખ થઇ રહી છે. તેમાં જાગૃતિ લાવવા અલગ અલગ સ્થળો ઉપર મેઘાણી કોર્નર શરુ કરવામાં આવી રહ્યા છે. પ્રારંભ બાદ સૌ કોઈએ કસુંબીનો રંગ ઘૂંટ્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter