આ અભિનેત્રીને ડેટ કરી રહ્યાં છે યુજવેન્દ્ર ચહલ, ટૂંક સમયમાં કરશે લગ્ન?

ઈન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) સીઝન 11માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી તરફથી રમનારા ભારતીય ખેલાડી યુજવેન્દ્ર ચહલ કથિત પણે એક અભિનેત્રી સાથે ડેટ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે ભારતીય ટીમનો આ ખેલાડી ટૂંક સમયમાં અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

અહેવાલ મુજબ, યુજવેન્દ્ર ચહલનું જે અભિનેત્રી પર દિલ આવ્યું છે, તે તો કન્નડ ફિલ્મોની અભિનેત્રી તનિષ્કા કપૂર છે. આ બંને ઘણી વખત સાથે દેખાયા છે અને સોશિયલ મીડિયા પર પણ બંને લોકો એકબીજાને સારો પ્રતિસાદ આપે છે. અહેવાલમાં કહેવાઈ રહ્યું છે કે યુજવેન્દ્ર ચહલ આઈપીએલ ખત્મ થયા બાદ તનિષ્કા સાથે લગ્ન કરી શકે છે, કારણકે આ ટુર્નામેન્ટ બાદ ભારતીય ટીમ આયરલેન્ડ અને પછી ઈગ્લેન્ડના પ્રવાસે રવાના થશે. તનિષ્કા કપૂર સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોનું સારુ એવું સૈન્ય એકઠુ કર્યુ છે. મહત્વનું છે કે, યુજવેન્દ્ર ચહલ પણ યુવાઓ વચ્ચે ખાસ્સા લોકપ્રિય છે.

A post shared by TANISHKA KAPOOR (@therealkapoor) on

A post shared by TANISHKA KAPOOR (@therealkapoor) on

Change is always good 😊 #✂

A post shared by TANISHKA KAPOOR (@therealkapoor) on

આ બંનેના કથિત સંબંધથી ફરી એક વખત એવા દંપત્તિઓની યાદ અપાવી છે, જેઓ ફિલ્મ અને ક્રિકેટ સાથે જોડાયેલા છે. હાલમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા હતાં. સંજોગોવશાત યુજવેન્દ્ર ચહલ જે ટીમનો હિસ્સો છે, જેના કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલી પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર જાહીર ખાને પમ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા. યુવરાજસિંહની પત્ની હેજલ કીચ પણ ફિલ્મો સાથે જોડાયેલી છે. હરભજનસિંહ પણ અભિનેત્રી ગીતા બસરા સાથે વૈવાહિક બંધનમાં બંધાઈ ચૂક્યા છે.

CRICKET.GSTV.IN

જૂના અભિનેતાની વાત કરીએ તો ક્રિકેટ મંસૂર અલી ખાન પટૌડીએ અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતાં. પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અજહરૂદ્દીને પણ અભિનેત્રી સંગીતા બિજલાની સાથે 7 જન્મ સુધી સાથે જીવન જીવવાના સોગંદ લીધા છે. યુજવેન્દ્ર ચહલની ટીમ આરસીબી આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી ચૂક્યા છે. જેમાં માત્ર 1 મેચમાં તેમને વિજય મળ્યો છે. અત્યાર સુધી આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલી સિવાય બાકી ખેલાડીઓનું પ્રદર્શન કંગાળ રહ્યું છે. ટીમના મહત્વના બોલર યુજવેન્દ્ર ચહલ પણ અત્યારે પોતાની બોલિંગનો જાદુ બતાવી શક્યા નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter