યુવીએ શેર કર્યો એવો વીડિયો, જેમાં ખૂલ્યું મોટું રહસ્ય

યુવરાજ સિંહે પોતાના ઇનસ્ટાગ્રામ પર  એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સ્ટમ્પને અડ્યા વિના જ નીકળી ગયેલા બોલ પર એમ્પાયરે  બેટ્સમેનને આઉટ કહી દીધું હતું. જ્યારે બોલ અને બેટ અડ્યા જ નથી તો પછી આઉટ કેવી રીતે?

સોશ્યિલ મીડિયા પર હાલ એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જો  સામેની ટીમે આઉટની અપીલ પણ નથી કરી તો પછી આઉટ કેવી રીતે હોઈ શકે.

આ વીડિયો  2007માં રમાયેલી એક પ્રદર્શન મેચનો છે. જેમાં મેચની શરત હતી કે કોઈ ઓવરમાં એવો બોલ નંખાય જે રમી શકાય તેવો હોય પરંતુ બેટસમેન કોઈ શોટ રમ્યા વિના જ તે બોલને છોડી દે છે.  તો અમ્પાયર તે બેટ્સમેનને આઉટ કહી શકે છે.  અને આ કારણે જ આ વીડિયોમાં ખેલાડીને અમ્પાયરે આઉટ કહ્યું હતું

 

🤔🤔🤔

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on

35 વર્ષીય યુવરાજ એનસીએમાં યો-યો ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા  બાદ ટીમ ઇન્ડિયામાંથી  બહાર છે.  304 વન ડે રમી ચૂકેલા યુવરાજે પોતાની છેલ્લી વન  ડે  વેસ્ડ ઇન્ડિઝ સામે રમી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage