યુવરાજે ધોની અને વિરાટની કૅપ્ટનશીપની તુલના કરતા ટીમ ઇન્ડિયા વિશે જુઓ શું કહ્યું?

ક્રિકેટર યુવરાજ સિંહ ભલે જ આ સમયે ટીમ ઇન્ડિયાનો ભાગ ન હોય પરંતુ તે વાપસી માટે પૂરી રીતે જોર લગાવી રહ્યો છે. ઘર આંગણે ક્રિકેટમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.  યુવરાજસિંહે ભારતીય ક્રિકેટમાં લાંબો સમય વિતાવ્યો છે. તે કેટલાઇ કેપ્ટનની આગેવાનીમાં રમી ચુક્યા છે. હાલ ટીમ ઇન્ડિયાની આગેવાની વિરાટ કોહલી કરી રહ્યા છે.

યુવરાજ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમને પોતાનાથી નાની ઉંમરના ખેલાડીની કેપ્ટનશીપમાં રમવાનું કેવું લાગે છે? જેના જવાબમાં યુવરાજે કહ્યું કે વિરાટ કોહલી અને એમએસ ધોની કેપ્ટનશીપ હેઠળ બિલકુલ અલગ હતા. ધોની ખુબજ શાંત રહેતો હતો. જ્યારે કોહલી એકદમ આક્રમક કેપ્ટન છે.  પોતાની વાત પૂર્ણ કરતા યુવરાજે કહ્યું કે ધોની કેપ્ટન તરીકે એક સેટ ટીમ મળી હતી જ્યારે કોહલીને કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા એક મોટા બદલાવથી પસાર થઇ છે.

સ્પોર્ટ્સ સ્ટાર લાઇવ સાથે વાતચીતમાં યુવરાજ સિંહે કહ્યું કે તે (કોહલી) એમએસ ધોની કરતા અલગ છે. ધોની એકદમ શાંત રહે છે. વિરાટ આક્રમક છે. પરિણામ બતાવે છે કે વિરાટ કોહલી કેપ્ટનશિપ સારી કરી રહ્યો છે. આ એકદમ અલગ પેઢી છે. જ્યા સુધી ધોનીનો સવાલ છે તેમની પાસે બિલકુલ અનુભવી ખેલાડીઓ હતા. જે મેચ વિનર હતા. જ્યારે તે કેપ્ટનશીપ કરવા આવ્યો, એ સમયે ટીમ બિલકુલ સેટ હતી. ત્યારે વિરાટની આગેવાનીમાં ટીમમાં ઘણો પરિવર્તન થયું છે.

વિરાટ કોહલીની પ્રશંસા કરતા યુવરાજે કહ્યું કે તે ખુબજ ફીટ છે. તેથી તે ફીટનેસ પર જોર આપે છે. ગત પેઢીના મુકાબલે ખેલાડી જ્યારે વધારે ફીટ છે. એ જરૂરી પણ છે કેમકે આજના સ્પોર્ટ્સની તે માંગ છે. વિરાટ 2019ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી પોતાની ફિટનેસ અને ખાનપાનમાં ડિસિપ્લિનથી ટીમને યોગ્ય દિશામાં લઇ જઇ રહ્યો છે. યુવરાજે ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ 1999-2000માં કર્યું હતું. હાલના વર્ષોમાં તે ખરાબ ફોર્મને કારણે ટીમ ઇન્ડિયાથી બહાર થતા રહ્યા છે.

ADVERTISMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter