આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી સન્યાસ લેવા અંગે યુવરાજ સિંહે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનું કહેવુ છે કે તે 2019ના વર્લ્ડકપ બાદ પોતાના સન્યાસ લેવા અંગે નિર્ણય લેશે. સિક્સર કિંગના નામે જાણીતા યુવરાજનું કહેવું છે કે આ વચ્ચે મને જેટલુ પણ ક્રિકેટ રમવાની તક મળશે તે અલગ વાત છે પરંતુ હું સન્યાસને લઇને 2019ના વર્લ્ડ કપ બાદ જ નિર્ણય લઇશ.

ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ હાલ આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહ્યો છે. પાછલા ઘણાં સમયથી યુવરાજ ભારતીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુવરાજે જૂન 2017માં છેલ્લીવાર ભારત માટે વનડે મેચ રમી હતી.

CRICKET.GSTV.IN

 

36 વર્ષીય યુવીએ કહ્યું કે એક સમય બાદ દરેકે નિર્ણય લેવો પડે છે. હું 2000ના વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છુ અને આશરે 17-18 વર્ષ થઇ ગયાં છે. હવે 2019ના વર્લ્ડકપ બાદ જ નિર્ણય લઇશ.

આઇપીએલ અંગે યુવરાજે કહ્યું કે હજુ અમારી ટીમની નજર સેમીફાઇનલમાં સ્થાન મેળવવા પર છે. અમારી ટીમ સારુ રમી રહી છે. બેટિંગ, બોલિંગ પણ સારી કરવામાં આવી રહી છે. યુવરાજે શાનદાર ઇનિંગ માટે ક્રિસ ગેલની પણ પ્રશંસા કરી.

ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ પાછલા ઘણાં સમયથી ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ આઇપીએલમાં તેની કોઇ ધમાકેદાર ઇનિંગ જોવા મળી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter