યુવરાજે ક્રિકેટમાંથી સંન્યાસ અંગે મોટું નિવેદન આપતા ચાહકોને લાગ્યો આંચકો

લાંબા સમયથી  ટીમ ઇન્ડિયામાંથી  બહાર રહેલા યુવરાજ સિંહે આખરે ક્રિકેટમાંથી સંન્યાસ બાબતે પોતાનું મૌન તોડ્યું હતું. યુવરાજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવા માટે  ફિટનેસ સંબંધી સમસ્યાઓ સામે આવી રહી છે. જ્યારે તેણે ફિટનેસના માનક યો યો ટેસ્ટને પાસ કર્યો તો બીસીઆઇએ આ ટેસ્ટને વધારે આકરો બનાવી દીધો છે.

તે સિવાય ઘરેલુ મેચમાં  યુવરાજનું પ્રદર્શન સ્તરીય ન રહેવાને કારણે ચર્ચાઓ ઉઠવા લાગી છે. કે જલદી સંન્યાસની ઘોષણા કરી શકે છે.  એવામાં ક્રિકેટ ફેન્સ પણ યુવરાજની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. હવે  યુવરાજે કહ્યું કે તે એ શરતે જ સંન્યાસ લેશે જ્યારે તેને લાગશેકે  તે ક્રિકેટ નથી રમી શકતો.  પરંતુ જયાં સુધી તે રમશે ત્યાં સુધી તેનું 100 ટકા પર્ફોમન્સ આપશે.

યુવરાજે કહ્યુ કે હું ક્રિકેટ એટલા માટે નથી રમતો કે હું  ઇન્ટરનેશનલ સ્તરે પ્રસિદ્ધી મેળવવા માગતો હતો પરંતુ હું મને ક્રિકેટ ગમતું હતું એટલા માટે હું ક્રિકેટ રમતો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter