યુસુફ પઠાણે કર્યું આવું કામ, ટ્વિટર પર થઇ રહી છે પ્રશંસા

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે દિવાળીના તહેવારોમાં કંઇક એવું કર્યું કે, તેની હવે ટ્વિટર પર ચોમેર પ્રસંસા થવા લાગી છે. રણજી ટ્રોફીમાં વ્યસ્ત યુસુફ પઠાણે બુધવારે વડોદરા એરપોર્ટ પર જવાનોની સાથે મિઠાઇની આદાન-પ્રદાન કરી તેમેને દિવાળીની શુભકામના પાઠવી હતી.

યુસુફ પઠાણે બુધવારે ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે વડોદરા એરપોર્ટ પર જવાનોની સાથે મિઠાઇનું આદાન-પ્રદાન કરી રહ્યો છે. તેણે તેની કેપ્સન આપી કે, જવાનોને સલામ. તેઓ તહેવારના દિવસે પણ પણ ફરજ નિભાવી રહ્યાં છે. અમે દિવાળીના મોકા પર એકબીજાને મિઠાઇ ખવડાવી.

આ સાથે યુસુફ પઠાણે જવાનોની સાથે સમય વીતાવ્યાની કેટલીક તસવીરો પણ શેર કરી છે. યુસુફ પઠાણ દ્વારા આ પોસ્ટ બાદ ટ્વિટર પર તેની પ્રશંસા થઇ રહી છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter