GSTV
Home » News » ઓછી ઇન્ટરનેટ સ્પીડે પણ Online Videoનો આનંદ આપશે YouTube Go App

ઓછી ઇન્ટરનેટ સ્પીડે પણ Online Videoનો આનંદ આપશે YouTube Go App

ગૂગલે પોતાના ડેટા ફ્રનેડલી ગો એપ પર ખાસ ધ્યાન આપી રહ્યું છે. યુટ્યુબ ગો એપને વિશેષરૂપે ભારતને ધ્યાનમાં લઇને બનાવવામાં આવી હતી પરંતુ હવે તેને અનેક દેશોના લોકો યુઝ કરી શકશે. આ એપ હવે 130થી પણ વધુ દેશો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપની ખાસ વાત એ છે કે ઇન્ટરનેટની સ્પીડ ધીમી થવા છતાં તમે સરળતાથી સર્ચ કરી શકો છો અને કોઇ અડચણ વિના વિડિયો જોઇ શકો છો. આ એપ ફિચર ફોન પર પણ ઝડપથી કામ કરે છ.

યૂટ્યૂબ ગો એપની સાઇઝ 10એમબીથી પણ ઓછી છે અને તે 1જીબી કરતાં પણ ઓછી રેમ ધરાવતા ફોનમાં પણ કામ કરે છે. આ એપમાં 40 ટકાથી પણ ઓછા ડેટાનો યુઝ થાય છે. તેને તમામ એન્ડ્રોઇડ ફોન્સમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. આ એપ જૂના એન્ડ્રોઇડ વર્ઝન જેલીબિન પર પણ કામ કરે છે. ગૂગલે નવા ઇન્ટરનેટ યુઝર્સને ધ્યાનમાં લઇને આ એપ ડેવલપ કરી છે.

ગૂગલે યૂટ્યુબ ગો એપમાં કેટલાંક નવા ફિચર્સ પણ લોન્ચ કર્યા છે. યુઝર્સ હવે હાઇ ક્વોલિટીમાં વિડિયો ડાઉનલોડ કરીને અથવા સ્ટ્રીમ કરીને પણ જોઇ શકે છે સાથે જ હવે યુઝર્સ એક સાથે અનેક વિડિયો શેર પણ કરી શકશે.

Related posts

BAN vs WI: બાંગ્લાદેશની ટીમે જીત્યો ટોસ, પ્રથમ બોલિંગનો કર્યો નિર્ણય

Path Shah

દીદીની મુશ્કેલીમાં વધારો, પ.બંગાળમાં ડોક્ટરની હડતાળ બાદ રાજ્યના કર્મચારીઓની હડતાલ

Nilesh Jethva

રાજ્યની આ શાળાના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર, જાણો શું છે મામલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!