યૂટ્યૂબ એપમાં આવ્યું એક નવું અપડેટ, એન્ડ્રોઈડ યુઝર્સને મળશે ઈકોગ્નિટો મોડ

ગુગલે એક લાંબા સમય બાદ ક્રોમ બ્રાઉઝર ઉપરાંત પોતાના વીડિયો સ્ટ્રીમિંગ એપ યૂટ્યૂબમાં પણ ઈન્કોગ્નિટો (પ્રાઈવેટ) મોડ આપી દીધું છે. નવા અપડેટ બાદ યૂટ્યૂબના એન્ડ્રોઈડ એપ યુઝર્સને ઈકોગ્નિટો મોડનો વિકલ્પ મળશે. કંપનીએ તેનું અપડેટ પણ જાહેર કરી દીધું છે.

યૂટ્યૂબનું ઈકોગ્નિટો મોડ એકાઉન્ટ વાળા સેક્શનમાં મળશે, જ્યાંથી તમે તેને ઓન કરી શકો છો.ઈકોગ્નિટો મોડ ઓન થયા બાદ યૂટ્યૂબ પર તમારી હિસ્ટ્રી નહીં બને એટલે કે તમે યૂટ્યુબ પર શુ-શું જોયુ છે તેની હિસ્ટ્રી એપમાં નહીં બને.

ઈકોગ્નિટો મોડ ઓન કર્યા બાદ તમને તમારા એકાઉન્ટનું આઈકન નહીં દેખાય. એકાઉન્ટ આઈકનની જગ્યાએ તમને ઈકોગ્નિટો મોડનું આઈકન દેખાશે જેના પર ક્લિક કરીને તમે ઈકોગ્નિટો મોડથી બહાર આવી શકો છો. ઈકોગ્નિટો મોડની એક ખામી છે કે આ મોડમાં તમે કોઈ પણ વીડિયો સેવ નહીં કરી શકો.

તમને જણાવી દઇએ કે, ભારતમાં તાજેતરમાં ચૂકવણી કરેલ સબસ્ક્રિપ્શન શરૂ થયું છે. યૂટ્યૂબના આ ફીચર ચેનલ ચલાવી રહેલી વ્યક્તિ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરી શકે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter