અચાનક બંધ થઇ જાય બાઇક તો ચેક કરો આ 7 વસ્તુઓ

જો તમે ક્યાય જઇ રહ્યા છો અને તમારી બાઇક અચાનક બંધ થઇ જાય તો તમે નિરાશ થઇ જશો. તમે સતત બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરશો. પરંતુ ઘણીવાર આ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય છે.

જરૂરી નથી કે એમ થવા પર હંમેશા કોલ્ડ સ્ટાર્ટ ઇશ્યૂ જ હોય. કેટલીય વાર નાની-નાની ચીજો પર ધ્યાન ન આપવાને કારણે પણ તમે હેરાન થઇ જાઓ છો. અહીં અમે એવી સાત વસ્તુઓ બતાવી રહ્યા છીએ. જેને બાઇકના ખરાબ થવા પર ચેક કરી શકો. બની શકે તેમ કરવાથી તમારી સમસ્યાનું સમાધાન આવી જાય.

તમારી ગાડીની બેટરી આખી ઇલેક્ટ્રિક સિસ્ટમની લાઇફલાઇન હોય છે. જો બેટરી યોગ્ય પ્રમાણમાં ચાર્જ હશે  ત્યારે મોટર ક્રેક અપ કરી શકશે. જો બેટરી વીક હશે તો તમે ઇલેક્ટ્રિક સ્ટાર્ટ નહીં કરી શકો. જો તમે હોર્ન બટન દબાવો છો અથવા હેડલાઇટની સ્વીચ ઓન કરો છો તો તેમાંથી કંઇપણ કામ નહીં આવે. તો તે ડેડ અથવા વીક બેટરીનો સંકેત છે.

જો તમારી બાઇકમાં તેલનું લેવલ ઓછુ થઇ જાય છે તો તેવામાં બાઇક સ્ટાર્ટ થવામાં મુશ્કેલી આવી શકે છે. ગાડીમાં તેલ છે કે નહીં, તે તપાસ કરવા માટે તમારે કેટલીક સ્કુલ વાળી ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. જેમકે મેન સ્ટેન્ડ પર ગાડી ઉભી રાખીને તેને ધીમેથી હલાવો અને ટેંકમાં રહેલા બાકીના તેલની અવાજ સાંભળો. તેના સિવાય તમે ફોનની ફ્લેશલાઇટને પણ ચેક કરી શકો છો.

તમારી બાઇકમાં તેલની સપ્લાઇ માટે ફ્યૂઅલ ટેંક પાસે નાનો વેંટ હોય છે. જ્યારે આ વેન્ટમાં કચરો ભરાઇ જાય છે તો તે ટેંક બાઇકના લોઅર સિસ્ટમમાં તેલની સપ્લાઇને બંધ કરી દે છે. તમે કોઇ પાતળા તાર અને પીન વડે વેન્ટ સાફ કરી શકો છો.

જ્યારે તમે બાઇક સ્ટાર્ટ કરો છો ત્યારે તે ટ્રાન્સમશિન ગિયરમાં હોય છે. ત્યારે તમારે યોગ્ય રીતે ક્લચ લેવર ખેંચવું જોઇએ. ક્યારેક યોગ્ય રીતે એન્ગેજ નહી થવાથી બાઇક સ્ટાર્ટ કરવામાં મુશ્કેલીઓ આવે છે. એવી સ્થિતિમાં ટ્રાન્સમિશનને ન્યુટ્રલ પર લાવો અને ફરી કોશિશ કરો.

એયરબોક્સના બ્લોક થવા અથવા મફલર એગ્જિટને કારણે પણ બાઇક સ્ટાર્ટ થવામાં મુશ્કેલી ઉભી થાય છે. એવામાં તમારે બાઇકના ઇનટેક અને એગ્ઝાસ્ટ સિસ્ટમને પણ ચેક કરવી જોઇએ. ક્યાંક તેમાં કોઇ વધારાની ચીજ તો નથી.

સ્પાર્ક પ્લગનો તાર ઢીલો થવો બાઇકચાલકો માટે કોઇ નવી વાત નથી. ઝટકોને કારણે આવુ બની શકે છે. તેને ઠીક કરવા માટે કોઇ મિકેનિકની જરૂર નથી. માત્ર કનેક્ટર્સને નજીક લાવી ફરીથી લગાવીને બાઇકને સ્ટાર્ટ કરવું.

આ એક એવી વસ્તુ  છે તેને બાઇક સ્ટાર્ટ થવા પર આપણે મોટાભાગે ચેક કરવાનું ભૂલી જઇએ છીએ. મોટાભાગે મોટરસાઇકલને બંધ કરવા માટે સ્વીચ કટ ઓફ કરવાની જગ્યાએ ‘ઇગ્નશિન કી’ નો યૂઝ કરીએ છીએ. જ્યારે અમે તેનો યૂઝ કરીએ છીએ ત્યારે કેટલીય વાર સ્વીચ ઓફ કરવાનું ભૂલી જઇએ છીએ. અને એન્જિનને ક્રેક કરવાની કોશિશ કરીએ છીએ.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter