ગેરકાયદે બાંગ્લાદેશીઓને યૂપીમાંથી હાંકી કાઢવાની તૈયારીમાં યોગી સરકાર

ઉત્તરપ્રદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને બહાર ધકેલવાનું અભિયાન શરૂ થઈ ગયુ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદા વ્યવસ્થાને લઈને થયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગેરકાયદેસરરીતે રહેતા બાંગ્લાદેશીઓની ઓળખાણ કરીને તેમને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે.

પોલીસ અધિકારીઓનું કહેવુ છે કે રાજ્યની કાયદાકીય વ્યવસ્થાને બગાડવા માટેનું કારણ આ ગેરકાયદેસર ઘૂષણખોરી કરી રહેલા લોકો છે. જે બાદ યોગી સરકારે તેમની ઓળખ કરીને બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગી સાથે બેઠકમાં યુપી પોલીસે ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ છે.

આ બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોડમેપ તૈયાર કરીને ગેરકાયદેસર વિદેશી નાગરિકોને પ્રદેશથી બહાર કરવામાં આવશે. ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની સાથે સાથે તેમના ગેરકાયદેસર દસ્તાવેજોની પણ તપાસ થશે. લોકસભામાં ગૃહમંત્રાલયે લેખિતરૂપમાં જવાબ આપતા કહ્યું હતુ કે ભારતમાં બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસરની ઘૂષણખોરી ચિંતાનો વિષય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter