Xiaomi Redmi Note 5ની ફ્લેશ સેલ, સાથે જ મળશે અનેક ખાસ ઑફર્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી આજે પોતાના સ્માર્ટફોન Redmi Note 5ની આજના દિવસે ફ્લેશ સેલ કરી રહી છે. અત્યારસુધી Redmi Note 5 અનેક વાર ફ્લેશ સેલમાં ઉપલબ્ધ થઇ ચુક્યો છે, જેમાં ફક્ત ગણતરીની મિનિટોમાં જ ડિવાઇસ આઉટ ઑફ સ્ટૉક થઇ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સેલ 2 વાગ્યાથી શરૂ થશે. ગ્રાહકો આ સ્માર્ટફોન ગોલ્ડ, રોઝ ગોલ્ડ, બ્લૂ અને બ્લેક કલર વેરિએન્ટમાં ખરીદી શકે છે.

કિંમત

આ દમદાર સ્માર્ટફોનની કિંમતની વાત કરે તો તેના બેઝ વેરિએન્ટ એટલે કે 2GB રેમ અને 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવતા ફોનને તમે માત્ર 7,999 રૂપિયામાં ખરીદી શકો છો. સાથે જ તેના 3GB અને 4 GB રેમ ધરાવતા વેરિએન્ટ્સને તમે અનુક્રમે 8,999 અને 10,999 રૂપિયામાં ખરીદી શકો છો.

ઑફર

ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન પર બેન્ક ઑફરની સાથે સાથે કોસ્ટ ઇએમઆઇનો લાભ પણ લઇ શકો છો. એક્સિસ બેન્કના ક્રિડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર તમને 5 ટકા એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત જિયોના #GiveMe5 ઑફર હેઠળ સ્માર્ટફોન ખરીદવા પર રિલાયન્સ જિયો તરફથી કેશબેક વાઉચર પણ મળશે. આ વાઉચરનો ઉપયોગ તમે રિલાયન્સ જિયો નંબરને રિચાર્જ કરતી વખતે કરી શકો છો.

Xiaomi ના Redmi Note 5 Proનો આજે સેલ છે. આ સ્માર્ટફોનનો સેલ ફક્ત www.Flipkart.com પર આપવામાં આવશે. આ સેલ બપોરે 12 વાગે શરુ થશે. આ ફોન ખરીદનારને રિલાયન્સ જીયો તરફથી 2,200 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. આ કેશબેક રિચાર્જ વાઉચરમાં આપવામાં આવશે. આ સિવાય flipkartમાંથી એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ દ્વારા મોબાઈલ ખરીદી પર 5 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter