જબરદસ્તીથી સ્કાર્ફ કે બુરખો પહેરવા માંગતી નથી, ઇરાન જ નહીં જઉ : સ્પર્ધા ઠુકરાવી દીધી

મહિલા ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ જૂનિયર ગર્લ્સ ચેમ્પિયન સૌમ્યા સ્વામીનાથન 26 જુલાઈથી ચોથી ઓગસ્ટ દરમિયાન ઈરાનના હમદાનમાં આયોજિત થનારી એશિયન ટીમ શતરંજ ચેમ્પિયનશિપમાં સામેલ થશે નહીં. સૌમ્યા સ્વામીનાથને ઈસ્લામિક દેશમાં ફરજિયાતપણે હિજાબ અથવા સ્કાર્ફ પહેરવાના નિયમને પોતાના અંગત અધિકારોનું ઉલ્લંઘન ગણાવીને સ્પર્ધામાં સામેલ નહીં થવાનો નિર્ણય કર્યો છે.

ભારતની પાંચમા ક્રમાંકની મહિલા શતરંજ ખેલાડી 29 વર્ષીય સૌમ્યાએ ફેસબુક પર લખ્યું છે કે તે જબરદસ્તીથી સ્કાર્ફ અથવા બુરખો પહેરવા માંગતી નથી. તેને લાગે છે કે ઈરાની કાયદા હેઠળ ફરજિયાત સ્કાર્ફ પહેરવો તેના મૂળભૂત માનવાધિકારનું સીધું ઉલ્લંઘન છે. આ તેની અભિવ્યક્તિની આઝાદી અને વિચારોની સ્વતંત્રતા સહીત તેના વિવેક અને ધર્મનું પણ ઉલ્લંઘન છે. આવી પરિસ્થિતિઓમાં તેના અધિકારોની સુરક્ષા માટે તેની પાસે એક જ માર્ગ છે કે તે ઈરાન જાય નહીં.

સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે દર વખતે જ્યારે તે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામે છે અને ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.. તો બેહદ ગૌરવાન્વિત મહસૂસ કરે છે. તેમણે કહ્યુ છે કે તેને બેહદ અફસોસ છે કે તે આવા પ્રકારની એક મહત્વપૂર્ણ ચેમ્પિયનશિપમાં ભાગ લેવામાં અસમર્થ છું. સૌમ્યાએ ક્હ્યું છે કે એક ખેલાડી ગેમને પોતાની જિંદગીમાં સૌથી પહેલા રાખે છે અને તેના માટે ઘણાં પ્રકારની સમજૂતી કરે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે તેની સાથે સમજૂતી થઈ શકે નહીં.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter