24 કલાકમાં જ ઇરાને લીધો બદલો, PAK.ના 12 સૈનિકને માર્યા ઠાર

સોમવાર ઈરાને નાપાક પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપતા પાકિસ્તાનના 12 સૈનિકોને ઠાર માર્યા છે. પાકિસ્તાની સેનાએ રવિવારે ફાયરિંગ કરી ઈરાનના 2 સૈનિકોને મારી નાખ્યા હતા. જેના વળતા ઘા સ્વરૂપે સોમવારે વહેલી સવારે ઈરાને ધડાધડ મોર્ટર શેલ છોડી પોતાના સૈનિકોની મોતનો બદલો 24 કલાકમાં જ લઈ લીધો હતો.

પાકિસ્તાને રવિવારના રોજ કરેલી ફાયરિંગમાં ઈરાનના 2 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ઈરાને 24 કલાકમાં સૈનિકોની મોતનો બદલો લેશે અમે પાકિસ્તાનને કહ્યું હતું. સોમવારે વહેલી સવારે ઈરાને પાકિસ્તાન પર એક પછી એક અનેક મોર્ટ શેલ છોડ્યા જેમાં પાકિસ્તાનના 12 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે ઈરાને ધમકી આપતા પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓ પોતાના દેશમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પને ઉખેડી ફેંકે. આકરા શબ્દોનો પ્રયોગ કરતા ઈરાને કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદને રોકવામાં નિષ્ફળ રહ્યું તો તેમની સેના પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદી સંગઠનોના કેમ્પને નિશાન બનાવી શકે છે. ઈરાનનું આ વલણ થોડા દિવસો અગાઉ આતંકવાદીઓ દ્વારા તેમના 10 સૈનિકોની હત્યા કર્યા બાદ સામે આવી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter