જાણો શા માટે અલ્પેશ કથિરીયાને જામીન ન મળ્યા ?

રવિવારનો આખો દિવસ હાર્દિક પટેલના નામનો રહ્યો હતો. ઉપવાસ પર ઉતરી રહેલ હાર્દિક પટેલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. હાર્દિકની ધરપકડ કરતા જ સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. પાસના કન્વિનરો પર કાયદાનો સકંજો કસાઇ રહ્યો છે. જેમાં રાજદ્રોહના કેસમાં ફરાર અલ્પેશ કથિરીયાની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આજે ઉપવાસ દરમિયાન અલ્પેશ કથિરીયા ક્રાઇમબ્રાંચના હાથે લાગી જતા ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો અલ્પેશ કથિરીયા વોન્ટેડ હોવાથી તેના જામીન રદ્દ કરાયા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter