દીવાળી પહેલા રાહત:જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.9 ટકા થયો

સપ્ટેબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઓછા થતા શાકભાજીના ભાવ ઘટ્યા હતા. જેથી સપ્ટેમ્બરમાં  ખાણીપીણીની ચીજોનો થોક મોંઘવારી દર  1.99 ઉપર આવી ગયો છે.

મોદી સરકાર માટે દિવાળી પહેલા આર્થિક સ્તરે સારા સમાચાર એ આવ્યા છે કે જથ્થા બંધ મોંઘવારી દર સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 2.6 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ઓગસ્ટમાં આ દર 3.24 ટકાના સ્તરે હતો.

તો ઇંધણ અને પાવરસેક્ટરની વાત કરીએ તો અહીં પણ  રાહત મળી છે સપ્ટેમ્બર મહિનામાં આ સેકટર માટે મોંઘવારી 9.01 ટકા રહી છે

શાકભાજીના ભાવ ઘટતા જથ્થાબંધ મોંઘવારી દરમાં રાહત મળી છે. સરકાર તરફથી મળેલી માહિતી મુજબ શાકભાજીના ભાવ ઘટ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં શાકભાજીના ભાવ 15.48 ટકા પર પહોંચ્યા હતા.ઓગસ્ટમાં તે 44.91ના સ્તરે હતો. જોકે ડુંગળીના ભાવોમાં સપ્ટેમ્બરમાં રાહત મળી રહી નથી. સપ્ટેમ્બર મહિનામાં ડુંગળીના ભાવમાં 79.78 ટકાનો વધારો થયો છે. તો ઈંડા, માસ અને માછલીઓના ભાવમાં 5.47 ટકાનો વધારો થયો છે.

.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter