સર્વ પૂજામાં ઉપયોગી એવી નાનકડી સોપારી બનાવી શકે છે ધનપતિ, જાણો કેવી રીતે

હવન હોય કે કોઈ પણ નાનકડી પૂજા અથવા તો અનુષ્ઠાન, આ બધામાં સોપારીનું આગવું મહત્વ છે. ભારતીય પૂજામાં સોપારીને શ્રીગણેશનું પ્રતિક માનીને પૂજવામાં આવે છે. તો વળી પાનના શોખીનો અથવા તો મુખવાસની શોખીનો  સોપારીનો ખાવા માટે પણ ઉપયોગ કરે છે.

વાસ્તુશાસ્ત્રમાં સોપારીના ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. અને એવી માન્યતા છે કે આખી સોપારીને મંત્રો દ્વારા પૂજીને  ઘરમાં રાખવાથી  ઘરમાં સકારાત્મક ઉજાનો પ્રવેશ થાય છે.  તથા સુખ સમૃદ્ધિ  આવે છે.

નિષ્ણાત જયોતિષના જણાવ્યા પ્રમાણે ઘરમાં પૂર્વ તથા  ઉત્તર દિશામાં અને ઇશાન ખૂણામાં  ચાંદીના વાસણમાં સોપારી મૂકીને હંમેશાં સવારે સાંજે તેને અગરબત્તી અને પૂજા કરવી જોઈએ. તેનાથી  પરિવારના લોકો પર દુર્ભાગ્ય નથી રહેતું.

ધન પ્રાપ્તિ માટે લાલ કપડાંમાં શ્રીયંત્ર સ્થાપિત કરીને તેના મધ્યમાં એક સોપારી ગણેશજીનું પૂજન કરીને  સ્થાપિત કરવામાં આવે તો ગણેશજીની કૃપાથી  ધનોપાર્જન થઈ શકે છે અને વિધ્નો દૂર થાય છે.

સોપારીનું પૂજન કરીને તેને સિદ્ધ અથવા અભિમંત્રિત કરવા માટે શુભ મુર્હુતમાં પીળા અથવા લાલ કપડા પર રાખીને  ગણેશજીનું આહ્વાહન કરવું જોઈએ.  શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે સોપારીને યોગ્ય રીતે પૂજન કરવાથી તે ચમત્કારિક પરિણામ આપે છે.

તમારી કોઈ ઇચ્છા પૂરી ન થતી હોય તો મનોકામનાની પૂર્તિ માટે  શ્રેષ્ઠ મુર્હુતમાં કોઈ મંદિરમાં જઇને સોપારી અને તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષઇણમાં રાખો અને ઇશ્વરને પ્રાર્થના કરો તે તમારી ઇચ્છા પૂર્ણ કરો.

કોઈ કામમાં વારંવાર અડચણ આવી રહી હોય તો ગણેશ ચતુર્થીના દિવસે  જમણી સૂંઢના ગણેશજીનું ચિત્ર દોરીને લિવંગ અને સોપારીથી તેમની પૂજા કરો. અને જ્યારે પણ તે કામ જવાનું હોય ત્યારે લવિંગ, ઇલાયચી અને સોપારી પોતાન પાસે રાખીને જાવ.  તથા અટકતુ હોય તે કામના સમયે લવિંગ કે ઇલાયચી મોંમા રાખવી.

તિજોરીમાં પણ પૂજા કરેલી સોપારી તથા શ્રીયંત્ર રાખવું જોઈએ.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter